Site icon Revoi.in

ઈન્સ્ટાગ્રામ લાવ્યું નવું ફિચર – 16 વર્ષથી નાની વયના બાળકો નહી જોઈ શકે સંવેદનશીલ પોસ્ટ

Social Share

દિલ્હીઃ-  સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ દિવસેને દિવસે પોતાના ફિચરમાં અવનવી અપટેડ કરતા રહે છે.ત્યારે હવે ફોટો-વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે તેની પ્રાઈવસી ફીચર્સમાં નવા ફેરફાર કર્યા છે.

ઈન્સ્ટાગ્રામે કરેલા ફેરફાર પ્રમાણે  16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હવે સંવેદનશીલ સામગ્રી જોઈ શકશે નહીં.આ બાબતની સત્તાવાર જાહેરાતમાં, મેટા-માલિકીઆન્સ્ટાગ્રામે  જણાવ્યું હતું કે અમે બાળકોને સંવેદનશીલ સામગ્રીથી બચાવવા માટે પ્રાઈવેસિ સુવિધાઓમાં કેટલાક ફેરફારો કરી રહ્યા છીએ, જેમાં નવા ટીન વપરાશકર્તાઓ માટે ડિફોલ્ટ રૂપે સંવેદનશીલ સામગ્રીને મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે,

કંપનીve હવે આ પ્રાઈવેસી ફીચર્સ  બાદ બાળકો સંવેદનશીલ કંટેન્ટ અથવા તેના સાથએ જોડાયેલ સર્ચ રીઝલ્ટ, હેશટેગ, પેજ , રીલ્સ, ન્યુ ફીડ ને પણ નહી શોધી શકશે,આ ફીચર્સમાં 16 વર્ષોથી ઓછી ઉંમરના બાળકો માટે ઘણી સિક્યુરિટી ફીચર્સ પણ બનાવવામાં આવી છે. નવા ફીચર્સ હેઠળ બાળકો કન્ટેન્ટ શેર કરવા, મેસેજ અથવા કોન્ટેકટ, કંટેન્ટ સીન અને ઇન્સ્ટાગ્રામ યુજ કરવા માટે ટાઇમને પણ મેનેજ કરી શકાય છે.

આ ફીચર્સથી ઇન્સ્ટાગ્રામ પહેલાથી વધુ સુરક્ષિત થશે. ઇન્સ્ટાગ્રામના આ નવા ફીચર્સ હેઠળ સેંસેટિવ કંટ્રોલ કંટ્રોલમાં હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માત્રે 2 ઓપ્ન્સ આપે છે. બાળક માત્ર આ સ્ટાંડર્ડ અને લેસ ઓપ્શન પસંદ કરી શકે છે. પસંદ ન કરવા પર ડિફૉલ્ટ સ્વરૂપે લેસ પર પણ સેટ કરવામાં આવશે.

અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર બાળકો માટે સંવેદનશીલ સામગ્રીને બંધ કરવા અથવા મર્યાદિત કરવા માટે પેરેન્ટ્સ કંટ્રોલ વિકલ્પની મદદ લેવામાં આવતી હતી.આ ફીચર્સ બધા માટે શોર્ટ જ લાઈવ કરવામાં આવશે.