હવે બાળકોનું પોતાનું સોશિયલ નેટવર્ક હશે, ફેસબુક બનાવી રહ્યું છે ઈન્સ્ટાગ્રામ કિડ્સ
- બાળકો માટે અલગ સોશિયલ મીડિયા
- ફેસબુક કરી રહ્યું છે નવી એપ લાવવાની તૈયારી
- જાણો આમાં શું રહેશે ખાસ
મુંબઈ: હવે બાળકો માટે એક અલગ સોશિયલ નેટવર્ક બનાવવામાં આવશે. સોશિયલ મીડિયાની વિશાળ કંપની ફેસબુક હવે નાના બાળકો માટે પણ એક વિશેષ સોશિયલ એપ વિકસાવવા જઈ રહી છે. આ વિશેષ સોશિયલ મીડિયા બાળકોને આઇડિયા શેરિંગ અને મનોરંજન માટે ઉપયોગ કરી શકશે.
એક વેબસાઇટ મુજબ, ફેસબુક એક નવું ઇન્સ્ટાગ્રામ કિડ્સ લોંચ કરી શકે છે. આ પ્લેટફોર્મ ખાસ 13 વર્ષ સુધીના બાળકો માટે હશે. ઇન્સ્ટાગ્રામના પ્રમુખ એડમ મોસેરીનું કહેવું છે કે, ઇન્સ્ટાગ્રામ કિડ્સ માટે ઘણા સમયથી પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આ નવી એપ્લિકેશનમાં બાળકોને તેમના મિત્રો સાથે જોડાવાની તક મળશે.
એડમ મોસેરીએ વધુમાં ખુલાસો કર્યો કે ઇન્સ્ટાગ્રામ કિડ્સ પણ ફેસબુક મેસેંજર જેવું જ હશે. આ એપ પર પરેન્ટ્સનું ખાસ નિયંત્રણ રહેશે. આ નવી એપ્લિકેશન પર કામ શરૂ છે. આને લગતી અન્ય માહિતી આગામી દિવસોમાં શેર કરવામાં આવશે.
-દેવાંશી