Site icon Revoi.in

ઇન્સ્ટાગ્રામ નવા ફીચર પર કરી રહ્યું છે કામ, ડ્રાફટ કરી શકશો પોતાની સ્ટોરી

Social Share

મુંબઈ: ફેસબુકની માલિકીનું ઇન્સ્ટાગ્રામ હવે એક નવી સુવિધા પર કામ કરી રહ્યું છે,જે બાદ ઇન્સ્ટાગ્રામના યુઝર્સ તેમની સ્ટોરીઝને ડ્રાફટમાં સેવ કરી શકશે. હાલમાં વિશ્વભરમાં આશરે 50 કરોડ લોકો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝનો ઉપયોગ કરી રહ્યાં છે. અને તેના યુઝર્સની સંખ્યા દૈનિક વધી રહી છે.

આ પહેલા ઇન્સ્ટાગ્રામએ સ્ટોરીઝ માટે ઘણા ફીચર્સ રજૂ કર્યા છે,જેમાં GIFs, સ્ટીકર્સ, બેકગ્રાઉન્ડ મ્યુઝીક વગેરે સામેલ છે. હવે નવા અપડેટ પછી જો તમે તમારી સ્ટોરીઝને તરત જ લાઇવ કરવા નથી માંગતા તો હાલમાં તમને ફક્ત સેવ કરવાનો વિકલ્પ મળી રહ્યો છે, પરંતુ ગેરલાભ એ છે કે, ફક્ત સ્ટોરીઝ સેવ થાય છે. ટેક્સ્ટ અને ઇમોજીસ ખત્મ થઇ જાય છે,પરંતુ નવા અપડેટ્સ બાદ તમે બધું ડ્રાફ્ટમાં સેવ કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામના આ ફીચરની જાણકારી એડમ મોસેરીએ આપી છે.જો કે,તેઓ ઇન્સ્ટાગ્રામના હેડ છે. તેમણે ટ્વિટર પર નવા ફીચર વિશેની જાણકારી આપી છે. એડમ સિવાય અન્ય ઘણા લોકોએ પણ આ ફીચરના સ્ક્રીનશોટ શેર કર્યા છે.

હાલમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ માટે યુઝર્સને ફક્ત સેવ માટેનો વિકલ્પ મળે છે,પરંતુ નવા અપડેટ બાદ “save draft” બટન મળશે, જે “discard” અને “cancel” બટનોની સાથે જ હશે.સ્ટોરીઝ ફીચરને સૌ પ્રથમ વખત સ્નેપચેટ દ્વારા બહાર પાડવામાં આવી હતી,જે પછીથી ઇન્સ્ટાગ્રામ દ્વારા કોપી કરવામાં આવી. ત્યારબાદ વોટ્સએપ, ટ્વિટર અને ફેસબુક પર પણ સ્ટોરીઝ જોવા મળે છે.

-દેવાંશી