Site icon Revoi.in

INSTAGRAM: હવે એક સાથે અનેક ફોટાને શેર કરી શકાશે,જાણો નવું ફીચર

Social Share

ટેલિગ્રામ અને ઈન્સ્ટાગ્રામના યુઝર્સની સંખ્યા આપણા દેશમાં કરોડોની સંખ્યામાં છે. રોજ કરોડોની સંખ્યામાં લોકો પોસ્ટ કરતા હોય છે પણ હવે આ આંકડો ડબલ થવા અનેક ગણો વધી જશે કારણ કે ઈન્સ્ટાગ્રામમાં હવે નવુ ફીચર આવી ગયું છે જેમાં હવે દરેક વ્યક્તિ એક સાથે હવે એક જ ફોટો નહીં પણ અનેક ફોટોને શેર કરી શકશે.

ઇન્સ્ટાગ્રામનું લેઆઉટ ફીચર ગૂગલ પ્લે સ્ટોર પર અલગ એપ તરીકે પણ ઉપલબ્ધ છે. જો યુઝર્સ ઈચ્છે તો એપ ડાઉનલોડ કરીને લેઆઉટ ફીચરનો લાભ લઈ શકે છે. જો તમે લેઆઉટ એપ્લિકેશન ખોલો ત્યારે કેમેરા રોલમાંથી થોડા ફોટા પસંદ કરો છો, તો કસ્ટમ લેઆઉટનું પ્રીવ્યૂ દેખાશે. ઈન્સ્ટાગ્રામે આ એપમાં ફેસ ઓપ્શન આપ્યો છે.

લેઆઉટ એપ્લિકેશનમાં ફોટા સરળતાથી પસંદ કરી શકો છો અને ડ્રોપ કરી શકો છો અને છોડી શકો છો. વપરાશકર્તાઓ તેમની પસંદગી મુજબ ફોટોને મોટો કરી શકે છે અથવા લેઆઉટમાં ફોટો ફિટ કરવા માટે સાઈઝ બદલી શકે છે. તમે મિરર વગેરે જેવી ઈફેક્ટ આપવા માટે ફોટોને ફ્લિપ અથવા રોટેટ પણ કરી શકો છો.