મેકઅપથી તમારી સુંદરતા નિખારવાને બદલે ખરાબ તો નથી થઈ રહીને, મેકઅપ બ્રશનું આ રીતે રાખા ધ્યાન
- તમારા મેકઅપના સામાનને રાખો સાફ
- એક્સપાઈરી ડેટ પત્યા બાદ મેપઅકનો યૂઝ ટાળો
આજના આ ફેશન યુગમાં સ્ત્રીઓ કે યુવતીઓ પોતાની સુંદરતા વધારવા મેકઅપનો પણ ઉપયોગ કરે છે,જેનાથી તેમનો લૂક આકર્શક અને સુંદર બનતો હોય છે, જો કે ચહેરાને સુંદર બનાવવાની ઘેલછામાં ક્યાંક તમે તમારી સ્કિનને નુકશાન તો નથી કરી રહ્યા ને? જી હા કારણ કે મેકઅપ સુંદર તો બનાવે છે પરંતું જો તેનો સામાન કરાબ હોય જેમ કે મેકઅપ બ્રશ, મેકઅપની વસ્તુઓ ખરાબ હશે તો ચહેરા પર એલર્જી થવાની શક્યતાો વધી જાય છે પરિણામે સુંદર ચહેરાને બદલે ચહેરો કરાબ થવાની શક્યતાઓ વધે છે.
મેકઅપ બ્રશની બરાબર સફાઈ રાખો – મેકઅપના જે બ્રશ આપણે વાંરવાર ઉપયોગમાં લઈએ છે પરંતુ તેને સાફ કરવાનું રાખો, એક વખત કોઈના ચહેરા પર વાપર્યા બાદ તેને દરમ પાણી વડે સાફ કરી બરાબર સુકાવી દો ત્યાર બાદ જ બીજી વખત ઉપયોગમાં લો. જેનાથી એલર્જીની શક્યતાઓ ઘટી જાય છે.
લિપ્સિટકને સાફ રાખો – જ્યારે પણ લિપ્સ્ટિકનો ઉપયોગ કરો ત્યારે તેની સરખી બંધ કરો. તેને લગાવ્યા બાદ કોટન વજે તેની સરખી કરીલો, અને જો જરા પણ લાગે કે ખરાબ થઈ ગઈ છે તો તેનો ઉપયોગ ટાળો
આઈલાઈનરને ડ્રાય ન થવાદોઃ- આઈલાઈનર જો લિક્વિડ છે તો તેની બાટલ બરાબર બંધ રાખવાની આદત રાખો, અને જો તે ડ્રાય થઈ જાય તો તેનો ઉપયોગ ન કરો, આઈલાઈનરને હંમેશા ફઇટ બંધ કરવી.તેના બ્રશને બે વાર યૂઝ કર્યા બાદ સાદા પાણીમાં સાફ કરવું
મેકઅપ સ્પંચને પણ બરાબર સાફ રાખવુંઃ- મેકઅપનું સ્પંચ જેનાથી આપણે ચહેરા પરા ફાઉન્ડેશન કે પાવડર અપ્લાય કરીએ છીએ તેને પણ ખાસ સાફ રાખવું જોઈએ કારણ કે તે સીધેસીધુ ગાલ પર લગાવવાથી એલર્જીની સાથે સાથે ચહેરો પણ બગડવાની શક્યતાઓ છે, જેથી આ સ્પંચને વાંરવાર પાણી વડે ઘોઈને કોરું કરીને એક પ્લાસ્ટિકની બેગમાં રાખો,