ચોમાસામાં કાચા સલાડને બદલે આ શાકભાજીનું બાફીને કરો સેવન, આરોગ્યને થશે થશે આટલા ફાયદાઓ
- બાફેલા શાકભાજી ખાવાના ફાયદાઓ
- વિટામિન્સ અને પોષક તત્વો જળવાઈ રહે છે
શાકભાજી ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે તે વાત તો આપણે જાણીએ છીએ, પરંતુ જો આજ શાકભાજીને બાફીને ખાઈએ તો તેનાૈ ફાયદાઓ બેગણા થઈ જાય છે, શાકભાજી બાફીને ખાવાથી તેનામાં રહેલા પોષકતત્વો જળવાઈ રહે છે જે શરીરને તંદુરસ્ત રાખે છે.ખાસ કરીને ચોમાસાની સિઝનમાં કાચુ સલાડ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેમાં જીવાત કે બેક્ટેરિયા હોવાની શક્યતાઓ છે તે પાણી વડે ઘોવાથઈ પણ ક્યારેક નાશ પામતા નથી જેના કારણે જો તેને બાફી લેવામાં આવે તો તે બેક્ટિરીયા નાશ પામે છે જેથી આરોગ્ય પર તેની ખરાબ અસર થશે નહી.
લીલા શાકભાજીમાં ઘણા પ્રકારના વિટામિન્સ,પોટેશ્યિમ, ફાઇબર અને પ્રોટીન જેવા ઘણા પોષક તત્વો હોય છે. દરેક ઘરમાં શાકભાજીનો ઉપયોગ તેલ, મસાલાથી વધારીને થાય છે. બાફેલા શાક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને બેક્ટેરિયાથી પણ બચાવે છે.મીઠાવાળા પાણીમાં બાફવાથી તેના બેક્ટેરિયા અને હાનિકારક રસાયણ ખત્મ થઈ જાય છે.
બીટ – બીટને બાફીને ખાવાથી લોહીને લગતી સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે, ખાસ કરીન મહિલાઓ માટે બાફેલા બીટનું સેવન કરવું ખૂબ જ ફાયદા કારક છે.
મટર- લીલા વટાણાને કાચા ખાવાને બદલે તેને પાણીમાં બરાબર ઉકાળઈને બાફીલો આમ કરવાથી પેટમાં દુખાવો થશે નહી અને સરળતાથી વટાણા ખરાબ વાતાવરણમાં પણ પેટમાં પચી જશે.
બટાકા- બટાકા ખાવાથી કેલરી વધે છે પરંતુ જો બટાકાને બાફીને ખાવામાં ાવે તો ચરબીનું પ્રમાણ ઘટે છે
ગાજર – કાચું ગાજર ખાવાથી ગેસ, એસિડિટી, અપચો તેમજ પેશાબમાં બળતરા, કફ અથવા ઉધરસની તકલીફ થાય છે. ગાજરને જ્યારે પણ ખાવ ત્યારે પાણીમાં બ્લાન્ચ જરૂર કરી લો. આમ કરવાથી ગાજર પર રહેલા બેક્ટેરિયા સરળતાથી ખત્મ થઈ જાય છે.
બીન્સઃ બીન્સમાં ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, ફોલેટ્સ, ફોટો ન્યૂટ્રિએન્ટ્સ, વિટામિન અને અન્ય પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. લીલા બીન્સ ખાવાથી ગેસ થાય છે પરંતુ જો તેને બાફીને ખાવામાં આવે તો તેમાંથી ગેસ ઉત્પન્ન કરનારા તત્વો ખત્મ થઈ જાય છે.
પાલકઃ- આયર્નની સાથે પ્રોટીન-કાર્બોહાઈડ્રેટ, ફેટ, ફાઈબર તેમજ ખનિજ તત્વોથી ભરપૂર પાલક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, જો તેને ઉકાળવામાં ન આવે તો ગેસ અથવા ઈનડાયજેશન થવાનું કારણ બની શકે છે. પાલક ખાવાથી હીમોગ્લોબિન વધે છે.
બ્રોકલી અને ફુલેવર – આ બન્ને શાકભઆજીને પાણીમાં ઉકાળીને પછી જો રાંધવામાં આવે તો તેમા રહેલા બેક્ટિરીયા નાશ પામે છે અને તેલમાં આ શાકભાજી સરળતાથી પાકી જાય છે જો તમે કાચુ ફુલેવર કે બ્રોકલી પકાવશો તો ટાઈમ વધુ જાય છે આ સાથે જ માત્ર પાણી વડે ઘોવાથઈ તેમાં રહેલા બેક્ટરીયા તેલમાં શાકભાજી સાથે જ ભળી જાય છે તેથી આ શાકભાજીને બાફીને પછી જ બનાવો.
–