Site icon Revoi.in

ઓફીસમાં સપ્તાહમાં 5 દિવસ કામ કરવાને બદલે વર્ક ફ્રોમ હોમને કર્મીઓ આપી રહ્યા છે મહત્વ , પ્રદર્શન પણ સારુ- સર્વે

Social Share

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં ઘરેથી કામ કરવાનું ચલણ વધ્યું છે હાલ પણ ઘણા લોકો વર્ક ફ્રોમ હોમને વધુ મહત્વ આપી રહ્યા છે, સાથે જ કેટલાક દેશોમાં પાંચ દિવસ કામ કરવાની નીતિ ચલાવવાની પણ વાત થઈ હતી. આવી સ્થિતિમાં, 25 દેશોના કામદારો પર કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ જવું અને કામ કરવું હવે ભૂતકાળ સમાન બની ગયું છે. લોકો ઘરેથી કામ કરવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે.

ઓઈસીડી દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં જાણવા મળ્યું છે કે કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓ અને મેનેજરો માટે ઘરેથી કામ કરવું ખૂબ જ સકારાત્મક સાબિત થઈ રહ્યું છે. કર્મીઓ અને બોસ બંને પક્ષોનું પ્રદર્શન પહેલા કરતા સારું રહ્યું હતું. અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ ઘરેથી કામ કરવા તૈયાર કર્મચારીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે.

OECD સંશોધકોને, ઈનડીડી વેબસાઈટ પર જોબ પોસ્ટિંગને લઈને કરવામાં આવેલા  એક અલગ અભ્યાસમાં, જાણવા મળ્યું કે કોવિડ મહામારી દરમિયાન લાગુ કરાયેલ લોકડાઉનમાં ઘરે થી કામ કરવાની જાહેરાતે અનુસરતા લોકોનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જોકે પ્રતિબંધો હળવા થયા પછી પણ તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. સંશોધકોના મતે, આ પરિણામો સૂચવે છે કે ઘરેથી કામ કરવાની આ સિસ્ટમ હજુ થોડો સમય ચાલશે.

ખાસ કરીને એવા દેશોમાં કે જેઓ વધુ ડિજિટલી સક્ષમ છે. સર્વેક્ષણના પરિણામો સૂચવે છે કે ઘઉત્પાગદકતાથી લઈને મજૂર અધિકારો અને બાળ સંભાળ સુધી મૂળભૂત અને કાયમી પરિવર્તન સાથે નોંધપાત્ર અસર પડશે.

સર્વેના આધારે સંશોધકોએ કહ્યું કે આ માટે સરકારોએ વિશ્વસનીય ઈન્ટરનેટ કવરેજ સુનિશ્ચિત કરવું જોઈએ. ઘરેથી કામ કરવા અંગે નિયમો બનાવવા જોઈએ. આ ઉપરાંત, મહિલાઓ, કર્મચારીઓ અને નાની કંપનીઓમાં કામ કરતા લોકોને ટ્રેનિંગ આપવી જોઈએ કે જેમને લાગે છે કે તેઓ આ ઝડપી દુનિયામાં પાછળ રહી જશે.

આ સાથે જ સંશોધકોએ એમ પણ કહ્યું કે કર્મચારીઓને ઘરેથી વધુ કામ કરવાથી પણ સુરક્ષિત રાખવું જોઈએ, કારણ કે તેનાથી તેમની છબી અને ઉત્પાદકતાને નુકસાન થઈ શકે છે. સંશોધકોએ અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ ઘરેથી કામ કરવાનું પણ સૂચન કર્યું હતું.