1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં હેર કટિંગ સલુન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં ગ્રાહકોને પ્રવેશ આપવા સુચના
અમદાવાદમાં હેર કટિંગ સલુન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં ગ્રાહકોને પ્રવેશ આપવા સુચના

અમદાવાદમાં હેર કટિંગ સલુન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં ગ્રાહકોને પ્રવેશ આપવા સુચના

0
Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધી રહ્યા હોવાથી તંત્ર હરક્તમાં આવ્યું છે.  કોરોનાના કેસો અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનારને જ પ્રવેશ અપાઈ રહ્યો છે, ત્યારે હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ આપવાની ગાઈડલાઈન લાગુ કરાયેલી છે.

ગુજરાત પોલીસના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી. આ ટ્વીટમાં લખ્યું છે કે, ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા. આ સાથે જ હેર સલૂન અને બ્યુટી પાર્લરના કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ. કામ કરનારા કર્મચારીઓએ માસ્ક તથા હાથમોજાં પહેરી રાખવા પડશે, તથા ગ્રાહકો માટે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

રાજ્યના આરોગ્યમંત્રીએ 8 મહાનગરોમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી તેમજ જાન્યુઆરી 2022થી રાજ્યની તમામ કચેરીઓમાં મુલાકાતીઓને તેમને ડબલ ડોઝ વેક્સિનેશન કરાવ્યું છે તેની ખાતરી અને પ્રમાણપત્રના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમાં જાહેર સ્થળો, કામના સ્થળે તથા ડ્રાઈવિંગ કરતા સમયે પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. ઉપરાંત જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારી તેમની સામે કડક કાર્યવાહી કરાશે.

રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 7મી જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. રાજ્યમાં નવા વર્ષના પહેલા દિવસે જ કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 2022માં 1લી જાન્યુઆરીના દિવસે કોરોનાના 1069થી કેસ નોંધાયા હતા. છેલ્લા સાડા 6 મહિના બાદ પહેલીવાર 1000થી વધારે કેસ નોંધાયા હતા. જ્યારે નવસારીમાં કોરોનાના કારણે એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં ગઈકાલે ઓમિક્રોનના પણ 23 નવા કેસ નોંધાયા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code