Site icon Revoi.in

ઇન્ટાગ્રામ પોતાના યુઝર્સ માટે લાવ્યું નવું Remix ફીચર,આ રીતે કરો ઉપયોગ

Social Share

ફોટો શેયરિંગ પ્લેટફોર્મ ઇન્ટાગ્રામે પોતાના યુઝર્સ માટે ટીકટોક જેવું એક ખાસ ફીચર રજૂ કર્યું છે.ટીકટોકની જેમ જ ઇન્ટાગ્રામ રીલ્સ પણ ખૂબ જ લોકપ્રિય થઇ રહી છે.હવે તેની લોકપ્રિયતાને જોતા Remix ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.જોકે,પહેલા ટીકટોકમાં આવતું હતું.

ઇન્ટાગ્રામના રીમિક્સ ફીચરની મદદથી યુઝર્સ કોઈ અન્ય વિડીયોનું રીમિક્સ બનાવી શકશે. ઇન્ટાગ્રામે એક નવા ફીચરની જાણકારી ટવિટ કરીને આપી છે.

કેવી રીતે કામ કરે છે રીમિક્સ ફીચર

ઇન્ટાગ્રામ પર હાજર કોઈ પણ પબ્લિક વિડીયોની હવે તમે રીમિક્સ બનાવી શકશો.જોકે,વિડીયો પ્રાઇવેટ ન હોવો જોઈ. ઇન્ટાગ્રામ પર હાજર તમામ વિડીયોઝના મેનુ બારમાં હવે રીમિક્સ ધિસ વિડીયો નો વિકલ્પ જોવા મળશે.રીમિક્સ વિડીયોને રીલ્સમાં શેર કરી શકાશે.આ ફીચરને ડુએટ ફીચર પણ કહેવવામાં આવે છે.