1. Home
  2. ગુજરાતી
  3. સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓના હિતને સર્વોપરી રાખવામાં આવ્યું છેઃ રાષ્ટ્રપતિનું સંસદમાં સંબોધન
સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓના હિતને સર્વોપરી રાખવામાં આવ્યું છેઃ રાષ્ટ્રપતિનું સંસદમાં સંબોધન

સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓના હિતને સર્વોપરી રાખવામાં આવ્યું છેઃ રાષ્ટ્રપતિનું સંસદમાં સંબોધન

0
Social Share

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર મંગળવારે સવારે શરૂ ગયું હતું. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થઈ હતી. રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આજે આંદામાન અને નિકોબારમાં અમે સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજનું સન્માન કર્યું હતું. તાજેતરમાં જ મારી સરકારે નેતાજી પર એક ભવ્ય મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કર્યું છે. આંદામાન ટાપુઓના નામ પણ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે આજે આપણી નેવીને પણ છત્રપતિ શિવાજી મહારાજનું પ્રતીક આપવામાં આવ્યું છે. હવે દેશમાં આધુનિક સંસદ ભવન પણ બનાવવામાં આવી રહ્યું છે. એક તરફ આપણે આદિ શંકરાચાર્ય, ભગવાન બસવેશ્વર, ગુરુ નાનક દેવજીના બતાવેલા માર્ગ પર આગળ વધી રહ્યા છીએ, તો બીજી તરફ ભારત ટેકનોલોજીનું હબ પણ બની રહ્યું છે. આજે ભારત તેની પ્રાચીન પદ્ધતિઓને સમગ્ર વિશ્વમાં લઈ જઈ રહ્યું છે, તો સાથે જ તે વિશ્વની ફાર્મસી બનીને વિશ્વને મદદ પણ કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આપણે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનની સફળતા આજે જોઈ રહ્યા છીએ. દેશમાં પ્રથમ વખત પુરૂષો કરતા મહિલાઓની સંખ્યા વધુ છે અને મહિલાઓના સ્વાસ્થ્યમાં પણ પહેલા કરતા વધુ સુધારો થયો છે. એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કોઈપણ ક્ષેત્રમાં મહિલાઓ માટે કોઈ પ્રતિબંધ નથી.

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, મારી સરકારે શરૂ કરેલી તમામ યોજનાઓમાં મહિલાઓના હિતને સર્વોપરી રાખવામાં આવ્યું છે. તેમની રોજગારીથી માંડીને રજૂઆત પણ ઉપર રાખવામાં આવી હતી. મહિલા સશક્તિકરણ આ સરકારની મોટી ઉપલબ્ધિ છે. હવે પુરુષોની સરખામણીમાં દીકરીઓની સંખ્યા વધી છે. બેટી બચાવો બેટી પઢાવો યોજના હોય કે પ્રધાનમંત્રી માતૃત્વ યોજના, સરકારે મહિલાઓ માટે દરેક ક્ષેત્રમાં કામ કર્યું છે.

લશ્કરી શાળાઓથી માંડીને લશ્કરી તાલીમ શાળાઓ સુધી, આજે આપણી દીકરીઓ તાલીમ લઈ રહી છે. મારી સરકારે જ પ્રસૂતિ રજા લંબાવી છે. મુદ્રા યોજનાના લાભાર્થીઓમાં 70 ટકા મહિલાઓ છે. આ યોજનાથી મહિલાઓની આર્થિક શક્તિ અને ભાગીદારીમાં વધારો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે આર્થિક સર્વે રજૂ કરશે. સામાન્ય બજેટ 2023-24 નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે રજૂ કરશે. બીજી તરફ બજેટ સત્રને લઈને સંસદમાં હંગામો થવાની શક્યતાઓ છે. આમ આદમી પાર્ટી (AAP) અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ સંબોધનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. બીઆરએસ સાંસદ કેશવ રાવે કહ્યું કે અમે રાષ્ટ્રપતિની વિરુદ્ધ નથી, પરંતુ અમે લોકતાંત્રિક વિરોધ દ્વારા NDA સરકારની શાસનની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માંગીએ છીએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code