Site icon Revoi.in

પ્રોવિડન્ટ ફંડ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારાનો લાભ 7 કરોડથી વધુ લોકોને મળશે

Social Share

દિલ્હીઃ- પ્રોવિડન્ટ ફંડને લઈને  ખુશખબર સામે આવી રહ્યા છે.EPFOના સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટે PF પર વ્યાજદરમાં વધારો કર્યો  છે. સરકારે EPF વ્યાજ દર 8.10 ટકાથી વધારીને 8.15 ટકા કરી દીધો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એ આજરોજ મંગળવારે તેની બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ  એટલે કે ઈપીએફ પર 2022-23 માટે 8.15 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો છે. માર્ચ 2022 માં, EPFO ​​એ તેના લગભગ પાંચ કરોડ ગ્રાહકો માટે 2021-22 માટે EPF પરનો વ્યાજ દર ઘટાડીને ચાર દાયકાના નીચા 8.1 ટકા કર્યો હતો. 2020-21માં તે 8.5 ટકા હતો. 1977-78 પછી આ સૌથી નીચો હતો, જ્યારે EPF વ્યાજ દર 8 ટકા હતો.

ઉલ્લેખનીય છે કે આ વધારાથી EPF સભ્યોને પણ ઘણી રાહત મળવા જઈ રહી છે  EPFO CBTની બેઠક બે દિવસથી ચાલી રહી હતી. જેમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સરકાર વ્યાજદરમાં નજીવો વધારો કરશે અથવા તો તેને સ્થિર રાખશે. CBTના નિર્ણય પછી, 2022-23 માટે EPF થાપણો પરના વ્યાજ દરને સંમતિ માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. નાણા મંત્રાલય દ્વારા સરકાર દ્વારા પુષ્ટિ થાય તે પછી જ EPFO ​​વ્યાજ દર પ્રદાન કરે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે સીબીટી એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠ ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, મંગળવારે તેની બેઠકમાં, 2022-23 માટે EPF પર 8.15 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. CBT એ માર્ચ 2021 માં 2020-21 માટે EPF થાપણો પર 8.5 ટકા વ્યાજ દરે નિર્ણય લીધો હતો. વર્ષ 2022-23 માટે EPFOમાં જમા રકમ પરનું વ્યાજ પાંચ કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે.

EPFO ના સભ્યોની સંખ્યા, આટલા લોકોને મળશે લાભ

હાલમાં EPFOમાં 7 કરોડથી વધુ સભ્યો છે. જેમને વધેલા વ્યાજ દરનો લાભ મળશે. આ વર્ષે જાન્યુઆરીમાં EPFOએ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં કુલ 14.86 લાખ સભ્યો ઉમેર્યા હતા. એટલે કે , લગભગ 7.77 લાખ નવા સભ્યો પ્રથમ વખત EPFOના દાયરામાં આવ્યા છે. જ્યારે આ મહિને માત્ર 3.54 લાખ સભ્યો જ EPFOમાંથી બહાર નીકળ્યા છે, જે છેલ્લા ચાર મહિનામાં સૌથી ઓછો ઉપાડ કહી શકાય છે.