1. Home
  2. ગુજરાતી
  3. ગાંધીનગર મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટરોની હડતાળમાં સોલા સિવિલ અને વલસાડના ઈન્ટર્ન તબીબો પણ જોડાયા
ગાંધીનગર મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટરોની હડતાળમાં સોલા સિવિલ અને વલસાડના ઈન્ટર્ન તબીબો પણ જોડાયા

ગાંધીનગર મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટરોની હડતાળમાં સોલા સિવિલ અને વલસાડના ઈન્ટર્ન તબીબો પણ જોડાયા

0
Social Share

ગાંધીનગરઃ કોરોનાના કપરા કાળમાં સરકારી હોસ્પિટલોમાં તબીબોએ અવિરત સેવા આપી હતી. તત્કાલિન સમયે સરકારે ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપેન્ડમાં રૂપિયા 5 હજારનો વધારો કરી દીધો હતો. પરંતુ સરકારે વધારો જાહેર કર્યા બાદ પગારમા 4 મહિને પણ વધારાનો ઉમેરો નહિ કરતા આખરે ઈન્ટર્ન ડોક્ટરોએ હડતાલનુ શસ્ત્ર ઉગામ્યુ હતુ. હડતાળના બીજા દિવસે આજે ગાંધીનગર GMERS મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટરોની હડતાળમાં સોલા સિવિલ અને વલસાડના ઈન્ટર્ન ડોક્ટરો પણ જોડાયા હતાં. જેથી હવે આ હડતાળમાં કુલ 450 જેટલા ઈન્ટર્ન ડોક્ટરો જોડાયાં છે.

ગાંધીનગર જીએમઇઆરએસના ઇન્ટર્ન તબીબોએ હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો છે. એક કોરોના વાઇરસ ઉત્પાદ મચાવી રહ્યો હતો અને બીજી તરફ તબીબો હડતાલ પાડી રહ્યા છે. ત્યારે સરકારની લાજ ઇન્ટર્ન તબીબોએ રાખી હતી. સમગ્ર રાજ્યમાં ઇન્ટર્ન તબોબો ઉપર સરકાર રાજાની જેમ ખુશ થઇ હતી અને એકા એક ભથ્થામા વધારો કર્યો હતો. આરંભે શુરાની જેમ સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી દીધી હતી. પરંતુ જાહેરાતના ચાર મહિના બાદ પણ ભથ્થામા કરાયેલો 5 હજાર રૂપિયાનો વધારો આપવામા આવ્યો નથી. જેને લઇને તબીબોમાં રોષ વ્યાપી ગયો હતો. કોરોના કાળમાં સરકારે જાહેરાત કરી હતી કે મેડિકલ કોલેજમાં કોવિડ કામગીરી કરતાં ઈન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ ઉપરાંત વઘારાનું પાંચ હજારનું કોવિડ એલાઉન્સ આપવામાં આવશે. સરકારની આ જાહેરાત બાદ રાજ્યમાં અમુક કોલેજોના ઈન્ટર્ન્સને એલાઉન્સ મળ્યું છે જ્યારે અમુક કોલેજોના ઈન્ટર્ન્સને આ એલાઉન્સ હજી સુધી નથી મળ્યું. માર્ચ 2021થી જૂન 2021 સુધી કુલ ચાર મહિનાનું કોવિડ એલાઉન્સ ચૂકવવામાં નથી આવ્યું.

ગાંધીનગર સિવિલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતા એક તબીબે કહ્યુ હતુ કે, સરકારને જ્યારે અમારી જરૂરત હતી, તે સમયે ખુશ કરવા માટે માર્ચ મહિનામા 5 હજાર રૂપિયાનો વધારો કરી દીધો હતો. પરંતુ તે સમયે સરકારે ભથ્થા રૂપિ હથેળીમાં અમને ચાંદ બતાવવામા આવ્યો હતો. માર્ચ મહિનામાં જાહેર કરવામા આવેલુ ભથ્થુ જૂલાઇ મહિનામાં પણ આપવામાં આવ્યુ નથી. સરકાર અમારી સાથે વ્હાલા દવલાની નીતિ અપનાવી રહી છે. જને લઇને અમે આજે હડતાલ પાડી હતી. કેટલીક કોલેજમાં ભથ્થા આપવામાં આવ્યા છે, અને જેમને ભથ્થા મળ્યા છે તે હડતાલમા જોડાયા નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code