Site icon Revoi.in

WHOનો ચોંકાવનારો રિપોર્ટ, દર મિનિટે વાયુ પ્રદૂષણથી 13 લોકોનાં થાય છે મોત

Social Share

નવી દિલ્હી: વિશ્વમાં સતત વધતા ભૌતિકવાદ, ઔદ્યોગિક એકમોની ભરમાર, સતત વધતા વાહનોને કારણે વિશ્વમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણને કારણે થતા મોતની સંખ્યા પણ સતત વધી રહી છે. તેને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે વાયુ પ્રદૂષણને કારણે વિશ્વમાં દર મિનિટે 13 લોકોનાં મોત થાય છે. આગામી સમયમાં જો લોકો સતર્ક નહીં થાય અથવા નહીં ચેતે તો વધારે ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

સ્કોટલેન્ડમાં ક્લાઇમેટ ચેન્જ પર એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડા ડૉ. ઘેબ્રેયસસે કહ્યું કે, વિશ્વમાં તાપમાનને 1.5 ડિગ્રી ઓછુ કરવા માટે નિર્ણાયક કાર્યવાહી કરવાની આવશ્યકતા છે. પરંપરાગત પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણના વધતા વપરાશથી લોકો મોતના મોમા ધકેલાઇ રહ્યાં છે. ક્લાઇમેટ ચેન્જ થઇ રહ્યું છે અને તેના પ્રભાવથી ધનિક હોય કે ગરીબ પણ કોઇ મુક્ત રહી શકવાનું નથી. અત્યારથી જો કોઇ દેશ નક્કર પગલાં નહીં લે અથવા ગંભીરતા નહીં દર્શાવે તો આગામી પેઢી માટે આ વાયુ પ્રદૂષણ ઘાતક સાબિત થઇ શકે છે.

તેમણે વધુમાં સૂચન કર્યું હતું કે, લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન થાય તે આવશ્યક છે. જેમાં ઉર્જા, પરિવહન, ખાતર પ્રણાલી સહિતના ક્ષેત્રો સમાવિષ્ટ છે.