Site icon Revoi.in

અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, 19નાં મોત, 50 ઇજાગ્રસ્ત

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી મિલિટ્રી હોસ્પિટલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો છે અને ગોળીબાર પણ થયો છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 19 લોકોનાં મોત થયા છે અને 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાબુલ શહેર સ્થિત સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટ્રી હોસ્પિટલની પાસે મંગળવારે બે ધમાકા થયા હતા અને ત્યારબાદ ગોળીબારનો પણ અવાજ સંભળાયો હતો.

તાલિબાનના ડેપ્યુટી પ્રવક્તા બિલાલ કરીમીએ ઘટના અંગે જણાવ્યુ હતું કે, કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉન ખાન સૈન્ય હોસ્પિટલની બહાર નાગરિકોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

અત્યાર સુધી કોઇ સંગઠના આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, આ હુમલાની પાછળ પણ ઇસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસનનો હાથ જણાવવામાં આવી રહ્યો છે. સરકારી સમાચાર એજન્સીએ પ્રત્યક્ષદર્શિઓના હવાલાથી કહ્યું કે, ઇસ્લામિક સ્ટેટના અનેક આતંકી હોસ્પિટલમાં દાખલ થયા અને સુરક્ષા દળો સાથે અથડામણ થઇ હતી.

નોંધનીય છે કે, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદથી તાલિબાન અને આઇએસ વચ્ચે સતત ઘર્ષણ જોવા મળી રહ્યું છે અને તે ઉપરાંત અફઘાનિસ્તાનમાં સતત બોમ્બ બ્લાસ્ટ પણ થઇ રહ્યાં છે. આ ધમાકામાં અત્યાર સુધીમાં 250 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 400 લોકો ઇજાગ્રસ્ત થયા છે.