Site icon Revoi.in

પાકિસ્તાનમાં ભીષણ હિમવર્ષા, ગાડીમાં ફસાયેલા 21 યાત્રીઓનું મોત

Social Share

નવી દિલ્હી: અત્યારે પાકિસ્તાન કુદરતના પ્રકોપનું સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં અત્યારે ભીષણ હિમવર્ષા થઇ રહી છે. ભીષણ હિમવર્ષાને કારણે 21 પ્રવાસીઓના દર્દનાક મોત થયા છે.

પાકિસ્તાનમાં એટલી ભીષણ હિમવર્ષા થઇ છે કે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રિસોર્ટ શહેર મુરીમાં આખી રાત થયેલી બરફર્ષાની વચ્ચે તાપમાન શૂન્યથી આઠ ડિગ્રી નીચે જતું રહ્યું હતું. આ વિસ્તારમાં થયેલી ભીષણ હિમવર્ષાને કારણે ગાડીઓમાં ફસાયેલા ઓછામાં ઓછા 21 પ્રવાસીઓના મોત નિપજ્યા છે. હજુ પણ આ વિસ્તારમાં 1000થી વધુ ગાડીઓ ફસાયેલી છે. પાક.ના પીએમ ઇમરાન ખાને પ્રવાસીઓના મોત પર દુ:ખ વ્યક્ત કરીને તપાસના આદેશ આપ્યો છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન ઉસ્માન બુઝદારે બચાવ કાર્ય ઝડપી બનાવવા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડવા સૂચનાઓ જારી કરી છે. રેસ્ક્યુ 1122 દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ અત્યાર સુધીમાં નવ બાળકો સહિત 21 લોકોના મોત થયા છે.

રાવલપિંડી અને ઈસ્લામાબાદ વહીવટીતંત્ર ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસ સાથે કામ કરી રહ્યા છે, જ્યારે પાકિસ્તાન આર્મીની પાંચ પ્લાટુન, તેમજ રેન્જર્સ અને ફ્રન્ટિયર કોર્પ્સને કટોકટીના ધોરણે બોલાવવામાં આવ્યા હતા. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી કે લગભગ 1000 કાર હજુ પણ હિલ સ્ટેશન પર ફસાયેલી છે.

પંજાબ રાજ્યના વહીવટીતંત્રે હિલ સ્ટેશન તરફ જવાના તમામ માર્ગો બંધ કરી દીધા છે. માત્ર ખોરાક અને ધાબળા વહન કરતા વાહનોને જ મંજૂરી આપવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે અમે આજે સાંજ સુધીમાં 1000 વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢી લઈશું.