Site icon Revoi.in

બ્રિટનમાં 460 કરોડ વર્ષ જૂનો ખજાનો મળ્યો, જે પૃથ્વી કરતા પણ છે જૂનો

Social Share

નવી દિલ્હી: આપણું બ્રહ્માંડ અનેક પ્રકારના રહસ્યોથી ભરપૂર છે. હવે બ્રિટિશ વૈજ્ઞાનિકોના હાથમાં લાખો વર્ષો જૂનો ખજાનો આવ્યો છે. વૈજ્ઞાનિકોને આશરે 460 મિલિયન વર્ષ જૂના ઉલ્કા મળ્યો છે. આ પથ્થરનો ટુકડો પૃથ્વી કરતા પણ જૂનો છે. પૃથ્વીની ઉંમર લગભગ 454 કરોડ વર્ષ છે. આ પથ્થર પૃથ્વીની ઉત્પત્તિના ઘણા રહસ્યોને ઉજાગર કરી શકે છે.

આ ઉલ્કાને સૌથી જૂનો પથ્થર કહેવામાં આવી રહ્યો છે. ઇંગ્લેન્ડના ગ્લોસ્ટશાયરના એક ગામની પાસે આશરે 300 ગ્રામનો આ પત્થર મળી આવ્યો છે. પૂર્વ એંગ્લિયન એસ્ટ્રોફિઝિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના એસ્ટ્રોકેમિસ્ટ્રીના પ્રોફેસર ડેરેક રોબસન દ્વારા તેની શોધ થઇ હતી.

હાલમાં ડેરેક રોબસન અને તેમની ટીમ લેબમાં આ ઉલ્કા વિશે અભ્યાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ ઉલ્કા પૃથ્વી પર 17.7 કરોડ કિલોમીટરના પ્રવાસ પછી આવી છે અને તું અસલ ઘર મંગળ અથવા ગુરુ હોઇ શકે છે. પરંતુ નિષ્ણાતો તેના પ્રવાસ કરતા તેની વય વિશે જાણવા માટે વધુ આતુર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ઉલ્કા આપણા સૌરમંડળની રચનાથી પણ પહેલાની છે.

વૈજ્ઞાનિકોને આશા છે કે આ પથ્થર પૃથ્વી પરના જીવનની ઉત્પત્તિના ઘણા રહસ્યો જાહેર કરી શકે છે. EAARO એ નિવેદનમાં કહ્યું છે કે તે થર્મલ મેટાફોરફિઝમથી પસાર નથી થયું અને લાંબા સમયથી તે અહીં જ છે. મંગળ અથવા અન્ય કોઈ ગ્રહની રચના પહેલાથી જ આ અહીં પડેલું છે.

અગાઉ, વૈજ્ઞાનિકોને પણ માર્ચમાં આવી જ જૂની ઉલ્કા મળી હતી. આ ઉલ્કાઓ ગયા વર્ષે સહારા રણમાં મળી હતી. આ પથ્થરનું નામ EC002 આપવામાં આવ્યું હતું.

ફ્રાન્સ અને જાપાનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પથ્થર એક સમયે પ્રવાહી લાવા હતો, પરંતુ પછીથી તે ઠંડો થઈને ઠોસ થઈ ગયો. લગભગ એક લાખ વર્ષોમાં, તે પ્રવાહીથી ઘન થઈ ગયો અને લગભગ 31 કિલોનો પત્થર બની ગયો.