Site icon Revoi.in

યુએસમાં ક્રિસમસ પરેડ દરમિયાન કારે લોકોને અડફેટે લીધા, 5નાં મોત, 40 ઇજાગ્રસ્ત

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં અત્યારે ક્રિસમસના તહેવારોને લઇને તૈયારીઓ અને ઉજવણીનો માહોલ છે ત્યારે અમેરિકાના વૌકેશામાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ક્રિસમસ પરેડમાં સામેલ લોકોને અડફેટે લઇ લીધા હતા. આ દુર્ઘટનામાં 5નાં મોત થયા છે જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

વૌકશેના મિલ્વોકીમાં મોટી સંખ્યામાં લોકો વાર્ષિક સમારોહમાં આવ્યા હતા ત્યારે આ ઘટના ભારતીય સમય મુજબ રાત્રે 10.30ની આસપાસ ઘટી હતી. પોલીસ પ્રમુખે જણાવ્યું કે, એક લાલ રંગની એસયુવી ક્રિસમસ પરેડમાં ઘૂસી ગઇ. આ દરમિયાન કારે 20થી વધુ લોકોને ટક્કર મારી જેમાં કેટલાક બાળકો પણ સામેલ હતા. હાલમાં આ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. તેમણે કહ્યું કે, આ શંકાસ્પદ વાહન જપ્ત કરાયું છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. કારમાં બેઠેલા વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે. તેની પૂછપરછ કરાઇ રહી છે.

ઘટનાનો જે એક વીડિયો બહાર આવ્યો છે તેમાં એક કાર બેરિકેડ્સ તોડીને પરેડ કાઢી રહેલા લોકોને ટક્કર મારી આગળ ઘસતી જોવા મળી રહી છે. કેટલીક છોકરીઓ ગ્રુપમાં સાંતા ક્લોઝની હેટ પહેરીને ડાન્સ કરી રહી હતી. આ બધા વચ્ચે એક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ટક્કર મારી દીધી હતી.

આ ઘટનામાં અત્યારસુધીમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયર પ્રમુખ સ્ટીવન હાર્વર્ડ અનુસાર 12 બાળકો સહિત 23 લોકોને છ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.