ગૌરવ: ભારતીય મૂળની કિશોરી યુરોપિયન મેથ ઓલિમ્પિયાડમાં સૌથી નાની વયની સ્પર્ધક
- ભારત માટે ગૌરવપૂર્ણ બાબત
- યુરોપના મેથ ઓલિમ્પિયાડમાં UKનું પ્રિતિનિધિત્વ કરનારી સૌથી નાની વયની બાળકી મૂળ ભારતની
- ભારતીય મૂળની આન્યા ગોયલ આવતા મહિને મેથ ઓલિમ્પિયાડમાં ભાગ લેશે
નવી દિલ્હી: ભારત માટે ગૌરવપૂર્ણ બાબત છે. યુરોપના મેથ ઓલિમ્પિયાડમાં યુનાઇટેડ કિંગ્ડમનું પ્રતિનિધિત્વ કરનારી સૌથી નાની વયની બાળકી ભારતીય મૂળની છે. ભારતીય મૂળની આન્યા ગોયલ આવતા મહિને જ્યોર્જીયામાં મેથ ઓલ્મિપિયાડમાં ભાગ લશે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ સ્પર્ધામાં અત્યારસુધીનો સૌથી નાની વયનો રેકોર્ડ 15 વર્ષનો હતો. યુ.કે.માંથી ઓલ્મિપિયાડમાં જવા માગતા આશરે 6 લાખ બાળકોમાંથી આન્યા અને અન્ય ત્રણ બાળકોની પસંદગી કરવામાં આવી છે.
યુ.કે.માં સેકેન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતા 6 લાખ વિદ્યાર્થીઓએ ઓલ્મિપિયાડ પહેલાંની વિવિધ ટેસ્ટમાં ભાગ લીધો હતો. જેમાંથી 1 હજાર વિદ્યાર્થીઓને બ્રિટિશ મેથ ઓલ્મપિયાડમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના બીજા રાઉન્ડમાં ટોપ-100 વચ્ચે સ્પર્ધા રાખવામાં આવી હતી. ટોપ-100માંથી ચાર વિદ્યાર્થીઓને યુરોપિયન મેથ ઓલિમ્પિયાડમાં યુ.કે.નું પ્રતિનિધિત્વ કરવા પસંદ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આન્યાના પિતા અમિત ગોયલ ગણિતના શિક્ષક છે તેમજ તેમણે પણ ભૂતકાળમાં મેથ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો છે. આન્યાનું કહેવું છે કે ઓલિમ્પિયાડમાં પૂછાતા મોટાભાગના પ્રશ્નો રચનાત્મક અને ઊડાણપૂર્વકના વિચારો મહતા હોય છે.
(સંકેત)