1. Home
  2. ગુજરાતી
  3. સંપત્તિ સાથે લઇ જનારા પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુશ્કેલી વધી, સંપત્તિ પાછી લેવા શરૂ કરાઇ કાર્યવાહી
સંપત્તિ સાથે લઇ જનારા પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુશ્કેલી વધી, સંપત્તિ પાછી લેવા શરૂ કરાઇ કાર્યવાહી

સંપત્તિ સાથે લઇ જનારા પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુશ્કેલી વધી, સંપત્તિ પાછી લેવા શરૂ કરાઇ કાર્યવાહી

0
Social Share
  • ખજાનો ચોરી જનાર ગની ફસાયા
  • સંપત્તિ પાછી લેવા હાથ ધરાઇ કાર્યવાહી
  • અફઘાન દૂતાવાસે આ માટે ઇન્ટરપોલને અપીલ કરી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની મુશ્કેલી વધી શકે છે. તઝાકિસ્તાન સ્થિત અફઘાન દૂતાવાસે ઇન્ટરપોલને તેની ધરપકડ કરવાની અપીલ કરી છે.

અફગાન દૂતાવાસે ઇન્ટરપોલને કહ્યું છે કે, અશરફ ગની, હમદલ્લાહ મોહિબ અને ફઝલ મહમદૂ ફાઝલીની જાહેર સંપત્તિને હડપ કરી લેવાના આરોપસર ઝડપી લેવા જોઇએ જેથી કરીને ગની હડપ કરેલી સંપત્તિ અફઘાનિસ્તાનને મળી શકે.

દૂતાવાસે આરોપ લગાવ્યા છે કે, અશરફ ગની તેમજ તેના સહયોગીએ દેશમાંથી પૈસા લેતા આવ્યા છે. ભાગી ગયા છે, તેથી તેમની તાત્કાલિક ધરપકડ કરવી જોઇએ. અફઘાન દૂતાવાસે નયાશરાફ ગની, હમદલ્લાહ મોહેબ તેમજ ફઝલ મહેમૂદ ફાઝીલની ધરપકડ કરવા અપીલ કરી હતી.

સ્થાનિક અહેવાલો અનુસાર, અશરફ ગનીએ તેમની સાથે અનેક કાર અને હેલિકોપ્ટરમાં પૈસા લીધા હતા. આ આક્ષેપોની વચ્ચે એ પણ બહાર આવ્યું છે કે અશરફ ગનીને તજાકિસ્તાનમાં ઉતરવાની મંજૂરી નથી. તેથી તે હાલ કતારમાં રહે છે અને ટૂંક સમયમાં અમેરિકા જઇ શકે છે.

તાજિકિસ્તાનમાં અફઘાન દૂતાવાસે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીની તસવીર હટાવી દીધી છે અને અમરૂલ્લાહ સાલેહની તસવીર દિવાલ પર લગાવી છે, જેમણે મંગળવારે પોતાને અફઘાનિસ્તાનના ‘કેર ટેકર’ રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code