- તાલિબાને પાકિસ્તાન સામે બાંયો ચઢાવી
- પાક. સૈનિકોને બોર્ડર પર ફેન્સિંગ કરતા રોક્યા
- સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન સરકાર આવી છે ત્યારથી પાકિસ્તાન તાલિબાનને સમર્થન કરી રહ્યું છે પરંતુ બીજી તરફ આ જ તાલિબાન હવે પાકિસ્તાન સામે વાંધો ઉઠાવી રહ્યું છે.
પાકિસ્તાન બંને દેશોની બોર્ડર પર ફેન્સિંગ કરી રહ્યું હતું ત્યારે તાલિબાની સૈનિકોએ તેઓની સામે બાંયો ચઢાવતા તેઓને ફેન્સિંગ કરતા રોકી દીધા છે. અફઘાનિસ્તાનના અધિકારીઓએ આ જાણકારી પૂરી પાડી હતી.
અફઘાન સરકાર સતત વિરોધ કરી રહ્યું હોવા છતાં પાકિસ્તાને 2600 કિમી બોર્ડરના મોટા ભાગના હિસ્સા પર ફેન્સિંગ કરી દીધી છે. જેને અફઘાનિસ્તાન સરકારે ગેરકાયદે ગણાવી છે. અફઘાન સરકારના સંરક્ષણ મંત્રાલય અનુસાર, તાલિબાની સૈનિકોએ પાકિસ્તાની સેનાને પૂર્વીય પ્રાંતને અડીને આવેલી એક બોર્ડર પર ફેન્સિંગ કરતા રોકી દીધી છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે તાલિબાન સૈનિકોએ પાક. સૈનિકોના ફેન્સિંગ માટેના તારના બંડલ જપ્ત કરી લીધા છે અને એક અધિકારી પાક સૈનિકોને ચેતવણી આપતો સંભળાય છે કે, ફરી અહીંયા ફેન્સિંગ કરવાનો પ્રયાસ ના કરે.