Site icon Revoi.in

તાલિબાન-હક્કાની ISISના ખુરાસાન ગ્રૂપ સાથે ધરાવે છે લિંક – અમરુલ્લાહ સાલેહ

Social Share

નવી દિલ્હી: કાબૂલમાં ગઇકાલે થયેલા શ્રેણીબદ્વ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 70 લોકોના મોત થયા હતા. આ વચ્ચે અફઘાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે દાવો કર્યો છે કે, તાલિબાન ખુરાસાન ગ્રૂપની સાથે લિંક ધરાવે છે. જો કે તાલિબાને આ વિસ્ફોટને લઇને અમેરિકા પર માછલા ધોયા છે. વિસ્ફોટ બાદ સાલેહે ટ્વીટ કરી છે કે, તાલિબાનીઓને તેમના આકાઓ પાસેથી સારી શીખ મળી છે. તાલિબાને ISISની સાથે સંબંધને ફગાવી દીધો છે. બિલકુલ એ રીતે જેમ તેમણે ક્વેટા શૂરા પર પાક લિકને લઇને ઇનકાર કરી દીધો હતો. અમારા પાસે પુરાવા છે જેનાથી માલુમ પડે છે કે ISISના ખુરાસાન ગ્રુપની સાથે તાલિબાન અને હક્કાની નેટવર્કની સાંઠગાંઠ છે.

બીજી તરફ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડર જનરલ કૈનેથ મૈન્કને કહ્યું કે, કાબૂલ વિસ્ફોટમાં મૃતકોમાં 12 મરીન કમાન્ડો સામેલ છે. જ્યારે 15 ઘાયલ છે. વિસ્ફોટ બાદ કાબૂલ એરપોર્ટની તમામ ફ્લાઇટ્સ ઑપરેશનન્સ બંધ કરી દેવામાં આવ્યા છે.

અમેરિકન રક્ષા મંત્રાલય પેન્ટાગોને અનુસાર, ગુરુવારે હામિદ કરઝઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના અબ્બે ગેટ પાસે પહેલો વિસ્ફોટ થયો ત્યારાબદ એરપોર્ટની નજીક બૈરન હોટેલ પાસે બીજો વિસ્ફોટ થયો. એરપોર્ટની બહાર ત્રણ શંકાસ્પદ જોવા મળ્યા હતા જેમાંથી બે આત્મઘાતી હુમલાવર હતા.

આ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આકરી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, આતંકીઓને શોધી શોધીને મારીશું અને કોઇને પણ નહીં છોડીએ. આ હુમલામાં આતંકી સમૂહ ISIS-Kનો હાથ છે. અમેરિકાની પાસે એવા પુરાવા છે જે આ વાત તરફ ઇશારો કરે છે કે, ISIS-K હુમલાખોરએ કાબૂલમાં આત્મઘાતી હૂમલાને અંજામ આપ્યો છે.