- તાલિબાનના કબજા પર વધુ એક જીલ્લો
- હવે બન્નુ પર તાલિબાનીઓનું રાજ
- તાલિબાનનો કહેર વધ્યો
નવી દિલ્હી: સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાન બંદૂકના દમ, દમન અને અત્યાચારથી કબ્જો કરી રહ્યું છે. હવે તાલિબાનીઓએ બગલાન પ્રાંતના બન્નુ જીલ્લા પર કબ્જો કર્યો છે. તાલિબાને દાવો કર્યો હતો કે, તેઓએ બન્નુ જીલ્લા પર નિયંત્રણ મેળવ્યું છે. હાલમાં જીલ્લામાં ક્લિયરન્સ ચાલી રહ્યું છે તેવું ઉગ્રવાદી સંગઠનના લડવૈયાઓએ જણાવ્યું હતું.
ગત રવિવારે તાલિબાને કાબુલ પર કબ્જો કર્યા બાદ ત્યાંથી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ દેશ છોડીને ભાગવું પડ્યુ હતું. અફઘાનિસ્તાનના નાગરિકો સહિતના અન્ય વિદેશી નાગરિકો પણ દેશ છોડીને ભાગી રહ્યા છે. તાલિબાનીઓએ કંધાર, હેરત જેવા મોટા શહેરોને બાનમાં લીધુ છે. તાલિબાનીઓના કબજામાં આ શહેરોમાં તાલિબાનીઓની દહેશત અને ખોફ જોવા મળી રહ્યો છે.
અફઘાનના લોકોમાં એ ડર પ્રવર્તી રહ્યો છે કે સરકાર રશિયા અને ઇસ્લામિક કાયદા હેઠળ ચાલે તો દેશની મહિલાઓના અધિકારો ખતમ થઇ જશે. આ જ કારણોસર અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ અંગે પશ્વિમ દેશો સહિત સંયુક્ત રાષ્ટ્ર પણ ચિંતિત છે.
તાલિબાન અને અફઘાન સૈન્ય વચ્ચેના યુદ્વને કારણે અસંખ્ય લોકોને ભૂખમરો અને રોગનો શિકાર બનાવી દીધા છે.