Site icon Revoi.in

અમેરિકામાંથી ચીનની કંપનીની થશે હકાલપટ્ટી, 60 દિવસમાં દેશ છોડવાનો આદેશ

Social Share

નવી દિલ્હી: ચાલબાઝ ચીન પોતાની વિસ્તારવાદની નીતિ ઉપરાંત અનેક દેશોની જાસૂસી કરવા માટે પણ કુખ્યાત છે. ચીન એ હદે જાસૂસી કરી રહ્યું છે કે કેટલાક દેશો તેની સામે હવે કડક કાર્યવાહી કરી રહ્યાં છે. અમેરિકી સુરક્ષા નિયનકારોએ સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં કાર્યરત ચાઇના ટેલિકોમ કંપની વિરુદ્વ કાર્યવાહી કરતા તેને 60 દિવસની અંદર દેશન બજારમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશને આદેશ જાહેર કરતા ચાઇના ટેલિકોમ કોર્પને નિર્ધારિત સમયગાળામાં USથી સ્થાનિક, આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સેવાઓ બંધ કરવી પડશે.

દેશભરમાં જાસૂસીના ખતરાને જોતા યુએસની ટેલિકોમ નિયામક FCCએ ચાઇના ટેલિકોમના લાઇસન્સ પણ રદ કરી દીધા છે.

ચીની કંપની એવી ચાલ રમી શકે છે કે, યુએસ સંચારમાં ખલેલ પહોંચાડવા માટે, ગોપનીય માહિતીનો ઉપયોગ કરીને યુએસ વિરોધી જાસૂસી અને અન્ય હાનિકારક પ્રવત્તિઓમાં પણ સામેલ થઇ શકે છે તેવો નિયામકને ડર છે.

નોંધનીય છે કે, લદ્દાખમાં સર્જાયેલા સૈન્ય ગતિરોધ બાદ ભારતે પણ ચીનની અનેક એપ્સ સામે કાર્યવાહી કરતા 69 જેટલી એપ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

બીજી તરફ ચાઇના ટેલિકોમ પર રોકના સમાચાર સાથે જ અમેરિકામાં લિસ્ટેડ ચીની કંપનીઓના શેર્સમાં કડાકો બોલી ગયો હતો. હોંગકોંગમાં પણ ચીની કંપનીઓના શેર્સમાં ઘટાડો થયો હતો.