મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ: માણસના શરીરમાં ડુક્કરના હૃદયનું કરાયું પ્રત્યારોપણ, ડૉક્ટરોએ ઇતિહાસ રચ્યો
- મેડિકલ સાયન્સનો ચમતકાર
- ભૂંડના હૃદયનું માનવમાં કરાયું પ્રત્યારોપણ
- ડૉક્ટરોએ રચ્યો ઇતિહાસ
નવી દિલ્હી: કોઇ વ્યક્તિના અંગદાનથી કેટલાક અન્ય બીમાર કે જીવનના અંતિમ શ્વાસ લેતા લોકોને જીવનદાન મળતા હોવાના હજારો કિસ્સા આપણે રોજબરોજ સાંભળતા હોય છે પરંતુ અમેરિકામાં ડૉક્ટર્સે એક માણસમાં ભૂંડનું હૃદય સફળતાપૂર્વક કરીને તેના નવા વર્ષમાં નવા જીવનની અમૂલ્ય ભેટ આપી છે. આ મેડિકલ જગતમાં મોટો ચમત્કાર છે.
અમેરિકાના સર્જનોએ જીનેટિકલ મોડિફાઇડ ડુક્કરના હૃદયને 57 વર્ષના માણસમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને ઇતિહાસ રચી દીધો છે.
આ મેડિકલ જગત માટે મોટો ચમત્કાર કહી શકાય છે. આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. આ ચમત્કારથી દર વર્ષે હૃદયની ગંભીર બીમારીથી પીડિત લાખો લોકોને જીવનમાં એક નવી આશા મળશે. યુએસ ડ્રગ રેગ્યુલેટર FDAએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આ સર્જરી માટે મંજૂરી આપી હતી. 57 વર્ષીય પીડિત વ્યક્તિના જીવનને બચાવવા માટે પિગ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અંતિમ માર્ગ હતો.
યુનિ. અનુસાર પીડિત ડેવિડ બેનેટની હાલત અત્યંત નાજુક હતી. તેથી તેનો જીવ બચાવવા માટે જીનેટિકલી મોડિફાઇડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે ડેવિડની હાલત સુધરી રહી છે અને નવું અંગ કેવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યું છે તેની નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
આ સર્જરી ખાસ કરીને પ્રાણીઓના અંગોના માનવમાં પ્રત્યારોપણની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.