આનંદો! અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો માટે આવ્યા ખુશખબર, H-1B વિઝાને લઇને બાઇડેન સરકારે આ નિર્ણય લીધો
- અમેરિકામાં વસતા ભારતીયો માટે ખુશખબર
- બાઇડેન વહીવટી તંત્રએ ઑટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન પરમિટ આપવા સહમતિ દર્શાવી
- આ પગલાંથી હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને ફાયદો થવાની સંભાવના છે
નવી દિલ્હી: અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો માટે ખુશખબર છે. ઇમિગ્રેશન માટે પગલાં લેતા અમેરિકાના જો બાઇડેન વહીવટી તંત્રએ એવો નિર્ણય લીધો છે જેને લઇને હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને ફાયદો થશે.
અમેરિકાના જો બાઇડેન વહીવટી તંત્રએ ઇમિગ્રેશન માટે સાનુકૂળ પગલાં લેતા, ઓટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન પરમિટ આપવા માટે સહમતી દર્શાવી છે. આ પગલાંથી હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને ફાયદો થવાની સંભાવના છે.
આ ઉનાળામાં સ્થળાંતર કરનારાઓની પત્નીઓ વતી અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) દ્વારા દાખલ કરાયેલ ક્લાસ એક્શન કેસમાં હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા આ બાબતનું સમાધાન કરવામાં આવ્યું હતું.
જોન વાસ્ડેને કહ્યું કે, આ H-4 વિઝા ધારકો એવા લોકો છે જેઓ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ્સ ના એક્સટેન્શન માટેની શરતોને પૂર્ણ કરે છે. ભૂતકાળમાં એજન્સી દ્વારા તેના લાભને નકારવામાં આવ્યા છે, તેમને ફરીથી એલિજિબલ થવું પડશે અને પ્રતિક્ષા કરવી પડશે.
મંજૂરી નહીં મળવાને કારણે, તેઓ કોઈપણ માન્ય કારણ વિના તેમની ઊંચા પગારવાળી નોકરી ગુમાવી રહ્યા છે. વાસ્ડને કહ્યું કે અમેરિકન બિઝનેસને પણ આના કારણે નુકસાન થઈ રહ્યું છે.
નોંધનીય છે કે AILAના ફેડરલ લિટિગેશનના ડાયરેક્ટર જેસી બ્લેસે જણાવ્યું હતું કે, અમે આ નિર્ણય પર પહોંચીની પ્રસન્ન છીએ અને H-4 માટે તે મોટી રાહત સાબિત થશે. નોંધપાત્ર રીતે, બરાક ઓબામા વહીવટી તંત્રએ H-1 વિઝા ધારકોને જીવનસાથીની અમુક શ્રેણીઓમાં કામ કરવાનો અધિકાર આપ્યો હતો.