- નસીબના ખેલ
- સિંગાપોરમાં ફાંસના એક દિવસ પહેલા આરોપી કોવિડ સંક્રમિત
- જજ પણ આ જાણીને દંગ રહી ગયા
નવી દિલ્હી: સિંગાપોરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વ્યક્તિના નસીબ કેવા હોય તેના વિશે જાણીને તમને પણ નવાઇ લાગશે. હકીકતમાં સિંગાપોરમાં એક આરોપીને ડ્રગ તસ્કરીના મામલામાં ફાંસીની સજા સંભાળવવામાં આવી હતી. જો કે નસીબના ખેલ એવા થયા કે ફાંસના એક દિવસ પહેલા જ તે વ્યક્તિ કોરોન પોઝિટિવ નીકળ્યો.
આ સાથે સિંગાપોરમાં સૌથી ચર્ચિ ફાંસી ટળી ગઇ હતી. જો કે આગામી સુનાવણી પહેલા તેને હવે ફાંસી નહીં થાય.
વાત એમ છે કે, ભારતીય મૂળના ધર્મલિંગમને માદક પદાર્થની તસ્કરીના આરોપમાં ફાંસીના માચડે ચઢાવવાનો હતો. તેને વર્ષ 2009માં ધરપકડ કરાઇ હતી. જો કે તેના એક વર્ષ બાદ તેને 2010માં ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી હતી પરંતુ તેણે 2011માં ન્યાય ન મળવા પર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ 2019માં તેની આ અપીલ ફગાવી દેવામાં આવી હતી. થોડાક સમયથી આ મામલો ઇન્ટરનેશનલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
ધર્મલિંગમ માટે મલેશિયાના પ્રધાનમંત્રી ઇસ્માઇલ સબરી યાકોબે સિંગાપુરના પીએમ લી સીન લૂંગને પત્ર પણ લખ્યો હતો. તે સિવાય માનવઅધિકાર સંગઠનોએ પણ રાહત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. ધર્મલિંગમને માફી આપવા સંબંધિત ઓનલાઇન અરજી પર 70000 લોકોએ પોતાની સહી કરી હતી પરંતુ તેને રાહત મળી શકી નહી.
આટ આટલા પ્રયાસો છતાં પણ તેને કોઇ જ રાહત નહોતી મળી અને તેને ફાંસી થવાની હતી જો કે નસીબના ખેલ એવા થયા કે તેના એક દિવસ પહેલા જ તે કોરોનાથી સંક્રમિત થયો. તેથી કોવિડ સંક્રમિત દર્દીઓને ફાંસી ના આપી શકાય. હજુ ન્યાયાધીશે કોઇ ચુકાદો નથી આપ્યો એટલે હવે આગળ શું થશે તે તો સમય જ કહેશે.