- ભારતના મિત્ર દેશ ઓસ્ટ્રેલિયાએ કોરોનાની વેક્સીન શોધી
- હ્યુમન ટ્રાયલમાં પણ આ વેક્સીનની કોઇ આડઅસર જોવા મળી નહીં
- દુનિયાભરમાં 130 વેક્સીન પર ચાલી રહ્યું છે કામ
ચીનના વુહાન શહેરમાંથી નીકળેલો ઘાતક અને જીવલેણ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તેની સારવાર માટે અનેક દેશો કોરોનાની વેક્સીન પર દિવસ રાત કામ કરી રહ્યા છે. જો કે કોરોના વેક્સીનને લઇને એક સારા સમાચાર આવ્યા છે. ચીન સામે લડનાર ઓસ્ટ્રેલિયાએ કોવિડ-19ની રસી તૈયાર કરી લીધી છે. ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર, માણસો પર કરવામાં આવેલી ટ્રાયલમાં વેક્સીનની કોઇ આડ અસર જોવા મળી નથી.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગતિ મહિને જ ક્વીંસલેન્ડ યુનિવર્સિટી અને બાયોટેક કંપની CSLએ બ્રિસબેનએ 120 વોલેટિયર્સને વેક્સીનનો ડોઝ આપવાનું શરૂ કર્યું હતું. યુરોપમાં Viroclinics-DDLની તરફથી રસીનું પરીક્ષણ પ્રાણીઓ ઉપર કરવામાં આવ્યું હતું અને તે સફળ રહેવા પામ્યું હતું.
દુનિયાભરના લોકો પર 17 અલગ અલગ વેક્સીનનું માનવ પરીક્ષણ ચાલું છે અને ઓસ્ટ્રેલિયામાં થયેલું પરીક્ષણ પણ તેમાનું એક છે. ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં થયેલ માનવ પરીક્ષણમાં કોઇ આડ અસર જોવા મળી નથી. વૈજ્ઞાનિકોએ આ જાણકારી આપી હતી.
દુનિયાભરમા 130 વેકસીન પર કામ ચાલી રહ્યુ છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ક્વીસલૈંડ યુનિવર્સિટીની વેકસીન કેન્ડિડેટએ પ્રી ક્લિનિકલ ડેવલપમેન્ટ સ્ટેજમા સફળ થવાના લક્ષણો જોવા મળ્યા છે.
(સંકેત)