આને કહેવાય નસીબ! કોવિડ વેક્સિન લેનારી મહિલા રાતોરાત બની ગઇ કરોડપતિ, જાણો કેવી રીતે?
- આને કહેવાય નસીબ
- ઓસ્ટ્રેલિયામાં વેક્સિન લેનાર મહિલા રાતોરાત બની કરોડપતિ
- વેક્સિનના લકી ડ્રોમાં બની વિજેતા
નવી દિલ્હી: અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે લડત આપી રહ્યું છે ત્યારે તેનાથી બચવા માટે અત્યારે વેક્સિનેશનને સૌથી વધુ અસરકારક શસ્ત્ર માનવામાં આવી રહ્યું છે. ભારત સહિતના દેશોમાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વેક્સિનેશનથી લોકોને સુરક્ષિત કરવા તેમજ લોકોને જાગૃત કરવા માટે અનેક દેશોની સરકાર પોતાના નાગરિકોને અનેક ઇનામોની પણ ઑફર્સ આપી રહી છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાથી એક નવાઇ પમાડે તેવા સમાચાર મળી રહ્યાં છે. અહીંયા એક મહિલા વેક્સિન લગાવ્યા બાદ રાતોરાત કરોડપતિ બની ગઇ છે. આ મહિલા કોવિડ 19 વેક્સિનની લોટરી વિજેતા બનતા તેનું નસીબ ચમક્યું છે.
એક અહેવાલ અનુસાર, ઓસ્ટ્રેલિયન મહિલા નાગરિક જોઆન ઝુએ 1 મિલિયન ડૉલર વેક્સિન લોટરીમાં ભાગ લીધો હતો. કોવિડ વેક્સિનેશન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે 20 જેટલા પરોપકારીઓએ લોટરીની વ્યવસ્થા કરી હતી. અંદાજે 27,44,974 ઓસ્ટ્રેલિયન નાગરિકોએ 3600 પોસ્ટકોડથી મિલિયન ડૉલર વેક્સિન માટે નોંધણી કરાવી હતી.
અહીંયા આ લકી ડ્રોમાં 25 વર્ષીય જોઆન ઝુનું નસીબ એવુ તો ચમક્યું કે તે રાતોરાત કરોડપતિ બની ગઇ. તેણે રસી માટે AU$1 મિલિયન એટલે કે રૂ.5.4 કરોડની લોટરી જીતી હતી. ઝુનું જીવન રાતોરાત બદલી ગયું છે અને તેને એ એક સપનામાં જુએ છે. તેઓ હજુ સુધી માની શકતા નથી કે તેમનું જીવન એક નોટરીના કારણે બદલાઇ ગયું છે.
પોતાની ખુશી વ્યક્ત કરતા તેઓએ કહ્યું કે, બીજા દિવસે કોઇએ મને ફોન કર્યો હતો. મને લાગે છે કે તે કદાચ શુક્રવારનો દિવસ હતો. હું કામ પર હતો, હું ફોન ઉપાડી શક્યો ન હતો. પછી મને જાણ થઇ કે હું કરોડપતિ બની ગઇ છું. ફોનમાં મને જાણ કરવામાં આવી હતી કે, ઓહ તમે એક મિલિયન ડૉલર જીત્યા છો. તમે ઓસ્ટ્રેલિયામાં આ રીતે જીતનારા એકલા છો.
ઓક્ટોબરની શરૂઆતમાં લોટરી શરૂ થઈ ત્યારે મિલિયન ડૉલર વેક્સિન વેબસાઈટ ક્રેશ થઈ ગઈ. લોટરીમાં પ્રથમ 24 કલાકમાં 350,000 એન્ટ્રીઓ નોંધાઈ હતી. ઓસ્ટ્રેલિયન લોટરીમાં 3100 થી વધુ ભાગ્યશાળી લોકોને $4.1 મિલિયનથી વધુના ઇનામો એનાયત કરાયા છે.