- બાંગ્લાદેશના રોહિંગ્યા શરણાર્થી કેમ્પમાં ગોળીબાર
- આ અંધાધૂંધ ગોળીબારમાં 7 લોકોનાં મોત
- સવારે લગભગ 4 વાગે ઉખિયામાં અજ્ઞાત લોકોએ કેમ્પ નંબર 18નાં બ્લોક એચ 52માં મદેરસામાં હુમલો
નવી દિલ્હી: બાંગ્લાદેશના રોહિંગ્યાના શરણાર્થી કેમ્પમાં ગોળીબારની ઘટના ઘટી છે. આ ગોળીબારમાં 7 લોકોના મોતના સમાચાર છે. AFPએ બાંગ્લાદેશ પોલીસના હવાલાથી આ જાણકારી આપી છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, રોહિંગ્યા રેફ્યૂજી કેમ્પમાં આ હુમલો થયો છે. આ અજ્ઞાત હુમલાખોરોએ ગોળીબાર શરૂ કર્યો. ગોળીબારમાં 4 લોકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે 3 લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા છે.
સુરક્ષાદળો અનુસાર સવારે લગભગ 4 વાગે ઉખિયામાં અજ્ઞાત લોકોએ કેમ્પ નંબર 18નાં બ્લોક એચ 52માં મદેરસામાં હુમલો કર્યો. પહેલા આ હુમલાને બે વિરોધી રોહિંગ્યા ગ્રપ્સનો સંઘર્ષ ગણવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, બાંગ્લાદેશના કોક્સ બજરામાં વિશ્વનો સૌથી મોટો રોહિંગ્યા શરણાર્થી કેમ્પ છે. અહીંયા અંદાજે 10 લાખ રોહિંગ્યા વસવાટ કરે છે. આ રોહિંગ્યા 2017માં મ્યાનમારથી હિજરત કરીને અહીંયા આવ્યા હતા. વર્ષ 2017માં બૌદ્વ બહુમતી ધરાવતા દેશ મ્યાનમારમાં તેની સેનાએ રોહિંગ્યાની વિરુદ્વ કાર્યવાહી કરી હતી. એ બાદ રોહિંગ્યા ત્યાંથી પલાયન કર્યું હતું. આ બાદ મોટા ભાગના બાંગ્લાદેશમાં રહ્યાં છે.