1. Home
  2. ગુજરાતી
  3. સ્વિસ બેંક ભારત સરકારને સ્વિસ બેંક ખાતાની વિગતો સોંપશે, કાળા નાણાં રાખનારનો થશે ખુલાસો
સ્વિસ બેંક ભારત સરકારને સ્વિસ બેંક ખાતાની વિગતો સોંપશે, કાળા નાણાં રાખનારનો થશે ખુલાસો

સ્વિસ બેંક ભારત સરકારને સ્વિસ બેંક ખાતાની વિગતો સોંપશે, કાળા નાણાં રાખનારનો થશે ખુલાસો

0
Social Share
  • ભારતમાં કાળા નાણાં ધરાવતા લોકો માટે ખરાબ સમાચાર
  • ભારતને આ મહિને મળશે સ્વિસ બેંકમાં ખાતાની જાણકારી
  • કાળા નાણાં રાખનારનો થશે ખુલાસો

નવી દિલ્હી: ભારતમાં કાળા નાણાં ધરાવતા લોકો માટે ખરાબ સમાચાર છે. સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ બેંકમાં ખાતા ધરાવતા ભારતીયોની માહિતી સ્વિસ બેંક આ મહિને ભારતને સોંપશે.  ઑટોમેટિક એક્સચેન્જ ઑફ ઇન્ફર્મેશન હેઠળ ભારતને ભારતીય નાગરિકોના બેંક ખાતાની વિગતો ધરાવતો ડેટાનો ત્રીજો હપ્તો મળશે.

આ માહિતીમાં વિદેશમાં ભારતીય નાગરિકોના માલિકીની સ્થાવર મિલકતની વગિતો પણ સામેલ થશે. સ્વિટ્ઝરલેન્ડ ત્રીજી વખત ભારત સાથે ડેટા શેર કરશે. અગાઉ તેમણે સપ્ટેમ્બર 2019 અને સપ્ટેમ્બર 2020માં આ માહિતી શેર કરી હતી.

વિદેશમાં રોકાયેલા કાળા નાણાં સામે ભારત સરકારની આ એક લડત છે. ભારત સપ્ટેમ્બર માસમાં સ્વિટ્ઝર્લેન્ડમાં ભારતીયોના ફ્લેટ્સ, એપાર્ટમેન્ટ્સ અને સંયુક્ત માલિકીની સ્થાવર મિલકતની સંપૂર્ણ વિગતો પણ મેળવશે. આ સાતે, આવી મિલકતોમાંથી આવકની માહિતી પણ ઉપલબ્ધ થશે.

આપને જણાવી દઇએ કે આ ત્રીજી વખત બનશે જ્યારે ભારતને સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીયોના બેંક ખાતા અને અન્ય સંપત્તિઓ વિશે વિગતો મળશે. પરંતુ આ પ્રથમ વખત બનશે કે ભારત સાથે જે માહિતી શેર કરવામાં આવી રહી છે તેમાં સ્થાવર મિલકતની માહિતી પણ સામેલ હશે.

સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમ વખત ભારતીય નાગરિકોની માલિકીની સ્થાવર મિલકતની સંપત્તિની માહિતી શેર કરવા માટે સંમત થયું છે. નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનને દાન અથવા યોગદાન અથવા ડિજિટલ ચલણમાં રોકાણ જેવી માહિતી હજુ પણ AEOI કરારમાંથી બાકાત છે.

નોંધનીય છે કે, ભારતને પ્રથમ વખત સપ્ટેમ્બર 2019માં સ્વિટ્ઝરલેન્ડથી ડેટા મળ્યો હતો. તે વર્ષે ભારત આવી માહિતી મેળવનારા 75 દેશોમાં સામેલ હતું. ત્યારબાદ સપ્ટેમ્બર 2020માં, ભારતે ફરીથી સ્વિસ બેંક ખાતા પર ડેટા મેળવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code