Site icon Revoi.in

‘બ્રેકિંગ ઇન્ડિયા’ પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું ઑનલાઇન વિમોચન

Social Share

અમદાવાદ: ‘દ્રવિડ અને દલિતોના મુદ્દે પશ્વિમી હસ્તક્ષેપ’ વિષય પર રાજીવ મલ્હોત્રા અને અરવિંદન નીલકન્દન દ્વારા આ જ નામ પર પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તક અંગ્રેજીમાં બેસ્ટસેલર રહ્યા બાદ હવે સાહિત્ય સંગમના આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ માટેના વાચકોની આતુરતાનો હવે અંત આવ્યો છે.

હવે વાચકોની આતુરતા અહીંયા પૂર્ણ થાય છે. આગામી મંગળવાર એટલે કે આસો સુદ સાતમ, 2077ને તા. 12 ઑક્ટોબરના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે 6.30 કલાકે  ‘દ્રવિડ અને દલિતોના મુદ્દે પશ્વિમી હસ્તક્ષેપ’ (બ્રેકિંગ ઇન્ડિયા) પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિવિધ ઑનલાઇન માધ્યમોથી વિમોચન યોજાશે.

આ પુસ્તક વિમોચન સમારંભ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે સુશ્રી મોનિકા અરોરા (Advocate Supreme Court and Delhi High Court) ની વિશેષ ઑનલાઇન ઉપસ્થિતિ રહેશે. તે ઉપરાંત પુસ્તકના લેખક રાજીવ મલ્હોત્રા તેમજ અનુવાદક ઉદિત શાહ કેનેડાથી ઑનલાઇન જોડાશે. NIMCJના નિયામક ડૉ. શિરીષ કાશીકર તેમજ સુવિખ્યાત લેખક અને પત્રકાર કિશોર મકવાણા કર્ણાવતીથી ઑનલાઇન જોડાશે. તે ઉપરાંત અનુવાદમાં સહાયરૂપ થનારા અલ્કેશ પટેલ તેમજ સાહિત્ય સંગમ પ્રકાશન સંસ્થાના વડા ચિંતન નાયક પણ આ પ્રસંગે મનોભાવ વ્યક્ત કરશે.

પુસ્તક વિશે:

બ્રેકિંગ ઇન્ડિયા પુસ્તકમાં દ્રવિડ અને દલિતોના મુદ્દે પશ્વિમી વિશ્વના હસ્તક્ષેપ અંગે ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકનું તામિલ, હિંદી તેમજ કન્નડ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું છે. વર્ષ 2014માં પુસ્તકની હિંદી આવૃત્તિ ‘ભારત વિખંડન’ લૉન્ચ કરવામાં આવી હતી.

આ વિમોચન સમારંભમાં નીચે દર્શાવેલા ઑનલાઇન પ્લેટફોર્મ્સની લિંકથી તમે સામેલ થઇ શકશો.

1) Zoom
Meeting ID: 358 932 9420
Passcode: 436259
https://us02web.zoom.us/j/3589329420?pwd=eFZwMGZCa2tHNUxKN01VWWtTVG9vQT09

(2) https://www.youtube.com/channel/UCnrabmZ4sbG_MzE6jAoe9tw/videos

(3) https://www.facebook.com/SahityaSangamPublisher/