- હવે કોરોનાની તપાસ RT-PCR વગર કરાવી શકાશે
- હવે માત્ર એક્સ-રેથી ગણતરીની મિનિટોમાં આવશે રિપોર્ટ
- આ રીતે ટેક્નોલોજી કામ કરશે
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોવિડનો રોગચાળો ફરીથી વકરી રહ્યો છે ત્યારે અત્યારે કોવિડના ટેસ્ટ માટે RT-PCR કરાવવો પડે છે પરંતુ હવે તેમાંથી મુક્તિ મળશે અને એક્સ-રે મારફતે માત્ર ગણતરીની મિનિટોમાં જ કોરોના છે કે નહીં તે જાણી શકાશે.
સ્કોલેન્ડના વૈજ્ઞાનિકોએ એક તપાસ પદ્વતિ બનાવી છે જેના દ્વારા એક્સ-રેના ઉપયોગની થોડી જ મિનિટોમાં કોરોનાને શોધી શકાય છે. યુનિવર્સિટી ઑફ વેસ્ટ ઑફ સ્કોટલેન્ડના અનુસંધાનકર્તાઓ દ્વારા વિકિસત આ પદ્વતિથી PCR તપાસની તુલનામાં કોરોના સંક્રમણને શોધી શકાય છે.
આ એક્સ-રે ટેક્નોલોજીથી ખાસ કરીને હોસ્પિટલ પરનું ભારણ ઘટશે. જે દેશોમાં પીસીઆર સવલત નથી ત્યાં આ ટેક્નોલોજી ખૂબ જ લાભદાયી સાબિત થશે. શોધપત્રિકામાં પ્રકાશિત અધ્યયન અનુસાર આ ટેક્નોલોજી 98 ટકા વધારે કારગર નિવડી છે. તપાસ કરવાના સંસાધન મર્યાદિત હોવાના કારણે દેશ મોટા પાયે કોરોના ટેસ્ટ નથી કરી શક્યો ત્યાં આ ટેક્નોલોજી મદદરૂપ થશે.