Site icon Revoi.in

ભારતના રાષ્ટ્રપતિ ગાંધીજીના ચિત્ર વાળો 5 પાઉન્ડનો સિક્કો બ્રિટને બહાર પાડ્યો

Social Share

નવી દિલ્હી: દિવાળી પર્વ નિમિત્તે ભારતના રાષ્ટ્રપિતાનું સન્માન કરતા અને ગાંધીજીના જીવનને યાદ કરતાં બ્રિટનના ભારતીય મૂળના નાણાં મંત્રી રૂષિ સુનકે ગાંધીજીના ચિત્ર વાળો 5 પાઉન્ડનો સિક્કો બહાર પાડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આ સિક્કામાં મહાત્મા ગાંધીજીની ચિત્રની જોડે જ ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળને મૂક્યું છે. સોના અને ચાંદીમાં ઉપલબ્ધ એવા આ સિક્કાની ડિઝાઇન હિના ગ્લોવરે તૈયાર કરી હતી. આ સિક્કા ઉપર ગાંધીજીનું વિશ્વવિખ્યાત વિધાન મારું જીવન એ જ મારો સંદેશ લખવામાં આવ્યું છે. વિશ્વના કરોડો લોકોને પ્રેરણા આપનાર અને જગતના અત્યંત પ્રભાવશાળી નેતાઓ પૈકીના એક એવા મહાત્મા ગાંધીને આ સિક્કા દ્વારા યોગ્ય શ્રદ્વાંજલિ આપવામાં આવી છે એ સુનકે કહ્યું હતું.

ભારત અને બ્રિટન વચ્ચેના સાસ્કૃતિક સંબંધો દિવસે ને દિવસે વધુ મજબૂત થતાં જાય છે અને ગાંધીજીના ચિત્ર વાળો આ સિક્કો પાડવો તે વાતનો પૂરાવો છે. યાદ રહે કે ભારત પણ હાલ તેની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે.

યુકેની રોયલ મિન્ટ (ટંકશાળ)ની વેબસાઇટ ઉપર આ સિક્કાનું વેચાણ મૂકવામા આવ્યું છે. આ વેબસાઇટ ઉપર દિવાલી કલેક્શન વિભાગ હેઠળ ભારતીયો માટે એક ગ્રામ અને ૫ ગ્રામના વજનના સોનાના બાર (નાના સળિયા) પણ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે.