નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે જે રીતે તણાવ જોવા મળી રહ્યો છે તે જ રીતે છેલ્લા કેટલાક સમયથી રશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ બંને દશો વચ્ચે યુદ્વ ફાટી નીકળે તેવી પણ દહેશત છે. આર્કટિક મહાસાગરમાં પનડુબ્બી અને વોરશિપની ટક્કર બાદ હવે બ્રિટને યુદ્વની ધમકી આપી દીધી છે. બ્રિટનના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એડમિરલ સર ટોની રેડકિને ચેતવણી આપી છે કે, જો રશિયાની પાણીની અંદર કમ્યુનિકેશન કેબલ્સ જો કાપી દેવામાં આવશે તો તેને યુદ્વની કાર્યવાહી માનવામાં આવશે. રશિયા અને નાટો કાઉન્સિલની બેઠક પહેલા આ ચેતવણી આપવામાં આવી છે.
રશિયાએ છેલ્લા 20 વર્ષમાં પનડુબ્બીઓ અને પાણીની નીચેની ગતિવિધિઓમાં વધારો કર્યો છે તેવું બ્રિટિશ સીડીએસ સર ટોની રેડકિને જણાવ્યું હતું. તેનાથી સમગ્ર વિશ્વની રિયલ ટાઇમ કમ્યુનિકેશન સિસ્ટમ જોખમમાં પડી શકે છે.
રશિયાને ટક્કર આપવા માટે હાઇપરસોનિક મિસાઇલ વિક્સિત કરવાની જરૂરિયાત પર પણ બ્રિટિશ સીડીએસ ભાર મૂક્યો હતો. તેઓએ કહ્યું કે, આવા હથિયાર અમને મળ્યા નથી અને અમને તેની ખૂબ જ આવશ્યકતા છે. રશિયા અને યુક્રેનની સીમા પર ચિંતાજનક તણાવ બનેલો છે.
અત્રે યુકેના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે 2020ના અંતમાં એચએમએસ નોર્થમ્બરલેન્ડ એર રશિયા હંટર કિલર પનડુબ્બીને ટ્રેક કરવા દરમિયાન તેનાથી ટકરાઈ ગયું હતું. આ ટક્કરથી વોરશિપના સોનાર સિસ્ટમને હિટ કર્યું હતું. આ ઘટનાને બ્રિટેનની ચેનલ 5ના ટીવી ક્રૂએ એક શોની શૂટિંગ દરમિયાન રેકોર્ડ કરી દીધી હતી.