- રામ રાખે તેને કોણ ચાખે
- મહિલાની બાજુમાં પડ્યો ઉલ્કાપિંડ
- નજીવા અંતરે જીવ બચ્યો
નવી દિલ્હી: એક એવી કહેવત છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે’ અને ખરા અર્થમાં આ કહેવત સાર્થક સાબિત થઇ છે. આવી જ એક ઘટના કેનેડામાં બની છે જે તમને અચંબો પમાડશે. અહીંયા ઘરમાં સૂતેલી એક મહિલાની પથારીમાં ઉલ્કાપિંડ પડ્યો પરંતુ સદ્નસીબે એનો જીવ બચી ગયો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેનેડામાં ઘરની છત તોડીને રૂમના બેડ પર ઉલ્કાપિંડ પડ્યો હતો. જ્યાં બાજુમાં મહિલા સૂઇ ગઇ હતી. બ્રિટિશ કોલંબિયા રહેતી રુથ હેમિલ્ટન પોતાના ચહેરાથી થોડા ઇંચ દૂર અવાજ થતાં અને રૂમમાં થયેલા ધુમાડાને લીધે ઉઠી ગઇ હતી.
આ ઘટનાને નરી આંખે જોનારા લોકો, જે બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઇડ પર કામ કરતાં હતા. તેમનું કહેવુ હતું કે તેમણે અવકાશમાંથી એક સળગતી ચીજ પડતાં જોઇ હતી.
તેઓના નિવેદન પરથી એ સ્પષ્ટ થયું હતું કે, મહિલાના ઘર પર ઉલ્કાપિંડ પડ્યો હતો. મહિલાએ આ ઉલ્કાપિંડના ટૂકડાને સંભાળીને રાખ્યો છે જેથી એમના પરિવારને બતાવી શકે.
ઉલ્લેખની છે કે, અવકાશમાં આ પ્રકારની ઘટના વારંવાર બનતી રહે છે. જોકે ઉલ્કાપિંડ પડતાં જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આવે છે ત્યારે ઘર્ષણ પેદા થતાં સળગી ઉઠે છે. મોટાભાગે ઉલ્કાપિંડની રાખ જ પૃથ્વી પર પડે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે મોટા આકારના ઉલ્કાપિંડ પૃથ્વી પર પડતાંની સાથે તબાહી મચાવે છે.