પિત્ઝા-બર્ગરનો ચસ્કો રાખતા શોખીનો ચેતી જાઓ, ડિટર્જન્ટથી તૈયાર થાય છે પિત્ઝા: રિસર્ચ
- જો તમે પણ પિત્ઝા-બર્ગર ખાવાના શોખીન હોય તો ચેતી જજો
- પિત્ઝા-બર્ગરમાં ડિટર્જન્ટમાં વપરાતા રસાયણો મિશ્રિત કરાય છે
- તેનાથી તમારા સ્વાસ્થ્ય સાથે સીધા જ ચેડા થઇ રહ્યાં છે
નવી દિલ્હી: જો તમને પણ પિત્ઝા-બર્ગર ખાવાના ચસ્કા હોય તો આ ચોંકાવનારો અહેવાલ એકવાર ચોક્કસ વાંચી જજો. આ રિસર્ચ તમારી આંખો ખોલી નાખશે.
તાજેતરમાં એક રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં એવો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે, આ આઉટલેટ્સ પર મળતા જંકફૂડમાં ડિટર્જન્ટમાં વપરાતા રસાયણો મિશ્રિત કરવામાં આવે છે. આ પરથી એ ખબર પડે છે કે તમારા સ્વાસ્થ્ય સાથે સીધા જ ચેડા થઇ રહ્યાં છે.
એક મીડિયા અહેવાલ અનુસાર, આ સંશોધન જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી, સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બોસ્ટન યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તેનું નામ જર્નલ ઑફ એક્સપોઝર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટલ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
સંશોધન અનુસાર, મેકડોનાલ્ડ્સ, બર્ગરકિંગ, પિત્ઝા, હટ, ડોમિનોઝ, ટેકો બેલ અને ચિપોટલ સહિતન જાણીતી ફૂડ ચેઇન્સમાં મળી આવતા જંક ફૂડમાં પ્લાસ્ટિકને નરમ કરવા માટે વપરાતું રસાયણ મળી આવ્યુ છે.
Phthalate એ એક પ્રકારનું રસાયણ છે જેનો ઉપયોગ કોસ્મેટિક્સ, વિનાઇલ ફ્લોરિંગ, ડિટર્જન્ટ, ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ, વાયર કવર જેવા ઉત્પાદનોમાં વર્ષોથી કરવામાં આવે છે. આ રસાયણ પ્લાસ્ટિકને નરમ અને વાળવા યોગ્ય બનાવે છે. જેથી ઉત્પાદનની આવશ્યકતા અનુસાર તેને મોલ્ડ કરી શકાય છે.