નવી દિલ્હી: ચાલબાજ ચીન તેની વિસ્તારવાદ સહિતની કેટલીક નીતિઓને કારણે પહેલાથી જ કુખ્યાત છે અને વિશ્વ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે સતત પ્રયાસો કરતું રહે છે. ચીન જાસૂસી માટે પણ કુખ્યાત છે. હવે, ચીન પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં 13,000 ઉપગ્રહો દ્વારા મેગાકોન્સ્ટેલેશન તૈયાર કરી રહ્યું છે. આ નેટવર્ક ચાઇનીઝ 5G મોબાઇલ ઇન્ટરનેટ એક્સટેન્શન કેનેરનો ભાગ હોવાનું કહેવાય છે.
જો કે આ નેટવર્કની કાર્યપ્રણાલી અંગે ચીને સાવ ચુપકીદી સાધી છે. તે કઇ રીતે કામ કરશે તે અંગે ચીન દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ તેનું લક્ષ્ય ટાર્ગેટ કોમ્યુનિકેશન તેમજ ગ્રામીણ વિસ્તારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રાખવામાં આવ્યો છે. જો કે ચીનની આ યોજનાથી સમગ્ર વિશ્વિ ચિંતિત છે.
ઇન્ટરનેટ સાથે ઉપગ્રહોનું જૂથ હોવું એ ચીનની સરકાર માટે ટોચના સ્તરનો પ્રોજેક્ટ મનાય છે. અવકાશમાં ચીન દ્વારા લેવામાં આવેલ કોઇપણ પગલું સુરક્ષા નિષ્ણાતોમાં ચિંતા પેદા કરે છે. એક મેગાકોન્સ્ટેલેશન સેંકડોથી હજારો ઉપગ્રહોનું બનેલું હોય છે, જે પૃથ્વીના તમામ ક્ષેત્રોને આવરી લેવા માટે એકસાથે કાર્ય કરે છે.
હાલમાં ચીન અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ ઠંડા છે. તેની પાછળનું મુખ્ય કારણ કોવિડ-19 મહામારી છે. આવી સ્થિતિમાં મોટા પાયા પર ઉપગ્રહોના પ્રક્ષેપણથી ભય પેદા થાય છે, કારણ કે તેનો ઉપયોગ અમેરિકા અને તેના સહયોગીઓ વિરુદ્ધ જાસૂસી કરવા માટે થઈ શકે છે.
ચીનની નવી યોજના હેઠળ ચોંગકિંગમાં એક નવો કોમ્યુનિકેશન બેઝ બનાવવામાં આવશે. જે કંપનીઓએ ચોંગકિંગમાં સેટેલાઇટ સેન્ટર બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો છે.