- ચીનમાં ફરીથી તબાહીના એંધાણ
- ચીનમાં ફરીથી કોવિડે માથુ ઊંચક્યું
- ડેલ્ટા વેરિએન્ટના કેસમાં સતત વધારો
નવી દિલ્હી: જ્યાંથી કોરોના સંક્રમણ શરૂ થયું અને કોવિડ મહામારીનું ઉત્પત્તિ સ્થાન ગણાતા ચીનમાં ફરીથી કોરોનાએ માથુ ઊંચક્યું છે. ચીન અત્યારે કોરોનાના સૌથી સ્પીડથી ફેલાતા ડેલ્ટા વેરિએન્ટ સામે લડી રહ્યું છે.
ચીનના પૂર્વ વિસ્તારમાં લોકોની આવનજાવન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 17 ઑક્ટોબરથી 14 નવેમ્બરની વચ્ચે ડેલ્ટા વેરિએન્ટના કુલ 1308 મામલા મળ્યા છે. જે 1280 મામલાથી વધારે છે. 14 નવેમ્બર સુધી ચીનમાં 98,315 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં દેશ અને વિદેશની મુલાકાત લેનારા લોકો પણ સામેલ છે. તે ઉપરાંત 4636 મોત નોંધાયા છે.
ડેલ્ટા વેરિએન્ટના કહેરથી ચીનના 21 પ્રાંતો, ક્ષેત્રો તેમજ નગરપાલિકાઓ પ્રભાવિત થઇ છે. ચીનની સરકાર આને ગંભીરતાપૂર્વક લઇ રહી છે. આના કારણે સંક્રમિત લોકોની ઓળખ, રિસ્કવાળા વિસ્તારમાં લોકોનું ટેસ્ટિંગ, એન્ટરટેઇનમેન્ટ, કલ્ચરલ, ટૂરિઝમ જેવી ઇવેન્ટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી રહી છે.
પૂર્વ વિસ્તારના શહેર ડાલિયાને વાયરસની પુષ્ટિ બાદ ત્યાં સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવ્યું છે.