- અમેરિકાના એક ટોચના કમાન્ડરે આપી ચેતવણી
- ચીન આગામી 6 વર્ષમાં તાઇવાન પર હુમલો કરી શકે
- ચીન હંમેશા સ્વશાસિત તાઇવાનને બળજબરીપૂર્વક પોતાનામાં ભેળવી દેવાની ધમકી આપતું આવ્યું છે
નવી દિલ્હી: ચીન આગામી 6 વર્ષમાં તાઇવાન પર હુમલો કરી શકે છે તેવી ચેતવણી અમેરિકાના એક ટોચના કમાન્ડરે આપી છે. અમેરિકી કમાન્ડર એડમિરલ ફિલિપ ડેવિડસનના કહેવા પ્રમાણે ચીન એશિયામાં અમેરિકાની સૈન્ય તાકાતને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે અને તે સૌથી પહેલા તાઇવાન પર જ હુમલો કરશે.
આપને જણાવી દઇએ કે ચીન હંમેશા સ્વશાસિત તાઇવાનને બળજબરીપૂર્વક પોતાનામાં ભેળવી દેવાની ધમકી આપતું આવ્યું છે. એશિયા-પ્રશાંત ક્ષેત્રોમાં અમેરિકી સૈન્યના અધિકારી એડમિરલ ફિલિપ ડેવિડસને કહ્યું કે, મને ડર છે કે ચીન અમેરિકી અને નિયમો પર આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓમાં અમેરિકાની જગ્યા લેવાની પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવાના પ્રયત્નોને ગતિશિલ બનાવી રહ્યું છે. તે વર્ષ 2050 સુધીમાં આવું કરી શકે છે.
ડેવિડસનના કહેવા પ્રમાણે ચીન પોતાની સૈન્ય શક્તિનો સતત વિસ્તાર કરી રહ્યું છે જેથી અમેરિકા માટે સ્થિતિ પ્રતિકૂળ બની રહી છે અને તેમની પ્રતિકાર ક્ષમતા પણ નબળી પડી રહી છે. અમેરિકાની સેના જવાબ આપે તેના પહેલા જ ચીન પોતાનું કામ પૂરૂ કરી શકે છે.
(સંકેત)