Site icon Revoi.in

ચીને હવે ભર્યું એવું પગલું કે ભારતની ચિંતા વધશે

Social Share

નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને હવે નવી ચાલ રમી છે. ચીને હવે નવો ભૂ બોર્ડર કાયદો પસાર કર્યો છે.

ચીનની સંસદે બોર્ડરના વિસ્તારોના સંરક્ષણ અને ઉપયોગને લઇને નવો કાયદો પસાર કર્યો છે. આ કાયદાની અસર ભારત ઉપરાંત બેજિગના સીમા વિવાદ પર પણ પડી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિના સભ્યોએ શનિવારે સંસદના સમાપન બેઠક દરમિયાન આ કાયદાને મંજૂરી આપી છે. આગામી વર્ષથી આ કાયદાનુ અમલીકરણ થશે.

આ કાયદામાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સીમા સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા, આર્થિક અને સામાજીક ઉન્નતિ, બોર્ડર વિસ્તારોને ખોલવા, આવા વિસ્તારોમાં જનસેવા તેમજ માળખાગત ઢાંચાને સારું બનાવવા તથા તેને વધારવા તેમજ ત્યાંના લોકોને જીવન તથા કાર્યમાં મદદ માટે આ પગલું ભરી શકે છે. બોર્ડર પર રક્ષા, સામાજીક અને આર્થિક સમન્વય માટે ઉપયોગ કરી શકે છે.

નોંધનીય છે કે, બેજિંગે પોતાના 12 પાડોશીઓની સાથે સીમા સંબંધી વિવાદનું નિરાકરણલાવ્યું છે. ભારત અને ભૂતાનની સાથે તેમના હજુ સુધી બોર્ડર સંબંધિત સમજૂતિને મંજૂરી નથી આપી.