Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશથી ગાયબ થયેલા યુવકને ચીને શોધ્યો, ટૂંકમાં ભારતમાં થશે વાપસી: ભારતીય સેના

Social Share

નવી દિલ્હી: ગત સપ્તાહે અરુણાચલ પ્રદેશથી એક યુવક લાપતા થયો હતો, જેને હવે ચીની પીપલ્સ લિબરેશન આર્મીએ શોધી કાઢ્યો છે તેવો દાવો ભારતીય સેનાએ કર્યો છે. આ અંગે તેજપુરના પીઆરઓ લેફ્ટિનેન્ટ કર્નલ હર્ષવર્ધન પાંડાએ કહ્યું કે, ચીની સેનાએ અમને જણાવ્યું કે, તેમણે અરુણાચલ પ્રદેશનો એક લાપતા યુવક મળી ગયો છે.

અરુણાચલ પ્રદેશના સાંસદ તાપિર ગાઓએ કહ્યું હતું કે, ચીની સૈનિકોએ રાજ્યમાં ઉપરી સિયાંગ જીલ્લાથી 17 વર્ષના એક બાળકનું અપહરણ કરી લીધું છે. ગાઓએ કહ્યું હતું કે, ગુમ થયેલા કિશોરની ઓળખ તિરામ તરોનના રૂપમાં થઇ છે. ચીની સેનાએ સિયુંગલા ક્ષેત્રના લુંગતા જોર વિસ્તારથી કિશોરનું અપહરણ કર્યું.

અરુણાચલ પ્રદેશના લાપતા થયેલા કિશોરને લઇને ભારતીય સેનાએ ચીનની સેનાનો હોટલાઇન પર સંપર્ક કર્યો છે. ભારતીય સેનાએ પીપલ્સ લિબરેશન આર્મીને કહ્યું છે કે, શિકાર અને જડીબુટ્ટીઓની શોધમાં ગયેલો 17 વર્ષનો મીરામ તારો પોતાનો રસ્તો ખોઇ બેઠો છે અને મળી રહ્યો નથી.