- ચીને અમેરિકા પાસેથી સૌથી ધનિક દેશનો તાજ છીનવ્યો
- સંપત્તિના મામલામાં ચીન હવે વિશ્વમાં નંબર વન પર છે
- વિશ્વની ત્રીજા ભાગની સંપત્તિ ચીન પાસે છે
નવી દિલ્હી: આમ તો અમેરિકાને વિશ્નો સૌથી શક્તિશાળી અને ધનિક દેશ માનવામાં આવે છે જો કે તાજેતરમાં જ અમેરિકા પાસેથી સૌથી ધનિક દેશને તાજ ચાલબાઝ ચીને છીનવી લીધો છે.
ચાલબાઝ ચીન હવે સૌથી ધનિક બની ગયું છે. સંપત્તિના મામલામાં ચીન હવે વિશ્વમાં નંબર વન પર છે. છેલ્લા બે દાયકામાં વિશ્વની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે અને તેમાં ચીન સૌથી આગળ છે. આ અંગે જે એક રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો છે તે અનુસાર વિશ્વની ત્રીજા ભાગની સંપત્તિ ચીન પાસે છે.
અહેવાલમાં આપેલી જાણકારી અનુસાર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં સમાવિષ્ટ થતા પહેલા વર્ષ 2000માં ચીનની સંપત્તિ સાત ખરબ ડોલર હતી. જે હવે વધીને 120 અરબ ડોલર થઇ ગઇ છે. ચીનની ઇકોનોમીમાં સતત તેજી આવી રહી છે અને તેના પગલે હવે 20 વર્ષમાં વિશ્વએ જે સંપત્તિનું સર્જન કર્યું છે તેમાંથી ત્રીજા ભાગનો હિસ્સો ચીનનો એકલાનો છે.
મેનેજમેન્ટ ફર્મ મેકિન્સે એન્ડ કંપની જે વિશ્વના 60 ટકા આવક માટે જવાબદાર 10 દેશો પર નજર રાખે છે તેના અનુસાર વર્ષ 2020માં વિશ્વની કુલ સંપત્તિ 514 ખરબ ડોલર થઇ છે. અમેરિકાની સંપત્તિમાં પણ વધારો થયો છે. જો કે અમેરિકામાં પ્રોપર્ટીના ભાવમાં એટલી તેજી ના હોવાથી ચીનની તુલનામાં અમેરિકાની સંપત્તિ ઓછી થઇ ચૂકી છે. આ રીતે હવે સંપત્તિની બાબતમાં પણ ચીન મજબૂત થઇ રહ્યું છે.