- LAC પર રોબોટની તૈનાતીનો ચીનનો દાવો પોકળ સાબિત થયો
- ચીનના સૈનિકો હજુ ત્યાં કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યાં છે
- ગલવાન ઘાટીમાં ઝંડો ફરકાવવાના જુઠ્ઠાણાની પણ પોલ ખુલી
નવી દિલ્હી: LAC પર ચીને પોતાના સૈનિકોને ઠંડીથી બચાવવા માટે સૈનિકોને બદલે રોબોટ તૈનાત કર્યા હોવાની વાત હવે પોકળ સાબિત થઇ છે. ચીનના આ દાવા હવે પોકળ સાબિત થયા છે. તેના બદલે અત્યારે ચીનના સૈનિકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે. તે ઉપરાંત ગલવાન ઘાટીમાં ચીને ઝંડો ફરકાવવા માટે સૈનિકોને બદલે પ્રોફેશનલ એકટર્સનો ઉપયોગ કર્યો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.
ચીનના સરકારી મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે લદ્દાખની સરહદે હવે રોબોટ ચોકી-પહેરો ભરશે. જો કે ભારતના સુરક્ષા દળોએ ચીનના આ દાને પોકળ સાબિત કરી દીધો હતો અને ભારતીય સુરક્ષાદળોના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલમાં દાવો થયો હતો કે ચીને રોબોટ તૈનાત કર્યા નથી પરંતુ તેના બદલે ચીનના સૈનિકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે અને સતત બીમાર પડી રહ્યા છે. આટલા ઊંચા પર્વતીય વિસ્તાર અને વિષમ પરિસ્થિતિમાં ટકી રહેવું ચીનના સૈનિકો માટે કપરું કામ સાબિત થઇ રહ્યું છે.
ચીને તે બાદ એવો પણ દાવો કર્યો હતે કે ગલવાન ઘાટીમાં ચીની સનિકોએ ઝંડો ફરકાવ્યો હતો, જો કે, ચીનના સોશિયલ મીડિયામાં આ દાવો પોકળ સાબિત થયો હતો. ચીનના યૂઝર્સે પકડી પાડ્યું હતું કે, સરકારે જે દાવો કર્યો હતો એ માત્ર જુઠ્ઠાણું છે. ઝંડો ગલવાન ઘાટીમાં નહીં, પરંતુ અક્સાઇ ચીનમાં ફરકાવાયો હતો અને તેના માટે સૈનિકોને બદલે એકટર્સનો ઉપયોગ કરાયો હતો.
બીજી તરફ, ચીનના યુઝર્સે એક્ટર્સને પણ ઓળખી કાઢ્યા હતા. ચીનના એક્ટર વુ જંગ તેની પત્ની શિ નેન અને તે સિવાયના અભિનેતાઓએ ચીની સૈનિકોના ગણવેશમાં ઝંડો ફરકાવ્યો હતો. યુઝર્સે સરકારનું જૂઠાણું પકડી પાડયું પછી એ તમામ યુઝર્સને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. આમ ચીનના બે જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો હતો.