Site icon Revoi.in

ભારત-અમેરિકા સાથે તણાવ વચ્ચે ચીને સંરક્ષણ બજેટ 6.8% વધાર્યું

Social Share

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવને જોતા ચીને પોતાના સંરક્ષણ બજેટમાં જંગી વધારો કર્યો છે. વર્ષ 2021 માટે ચીને પોતાનુ સંરક્ષણ બજેટ 6.8 ટકા જેટલુ વધાર્યુ છે.

હવે ચીનનું રક્ષા બજેટ વધીને 209 અબજ ડોલર થઇ ચૂક્યું છે. ચીનના પીએમ લિ ક્વિંગે ચીનની સંસદમાં તેની જાણકારી આપી હતી. ચીને પોતાના રક્ષા બજેટમાં એવા સમયે વધારો કર્યો છે જ્યારે મોટા ભાગના દેશો કોરોનાની આફત સામે ઝઝુમી રહ્યા છે. સ્વાભાવિકપણે ચીનના રક્ષા બજેટમાં વધારો ભારત માટે ચિંતાનો વિષય કહી શકાય. ચીને કહ્યું હતું કે, અમારો પ્રયાસ રાષ્ટ્રીય સંરક્ષણને મજબૂત કરવાનો છે અને તેની પાછળનો ઉદ્દેશ બીજા કોઇ દેશને ટાર્ગેટ કરવાનો નથી.

ચીનની ઈકોનોમીનો ગ્રોથ રેટ 2020માં 2.3 ટકા રહ્યો છે. જે છેલ્લા 45 વર્ષમાં સૌથી ઓછો છે. આમ છતા ચીને પોતાના સરંક્ષણ બજેટ સાથે કોઈ સમાધાન કર્યુ નથી. ચીન દ્વારા દર વર્ષે બજેટમાં વધારો કરવામાં આવે છે. હાલમાં પણ ચીનનો ભારત અને અમેરિકા સાથે તણાવ ચાલી રહ્યો છે. ચીને પોતાના મિસાઈલ ટ્રેનિંગ એરીયાનો મોટા પાયે વિકાસ કર્યો છે.

(સંકેત)