Site icon Revoi.in

ચાલબાઝ ચીન ઘરેલુ મોરચે પરાસ્ત: ગ્રોથ રેટ સરકીને 4.9% થયો

Social Share

નવી દિલ્હી: ચાલબાઝ ચીન તેની વિસ્તારવાદની નીતિ અને અન્ય દેશોને પરેશાન કરવા માટે કુખ્યાત છે. જો કે ચીનની ઘરેલુ મોરચે હાલત બગડી છે. ચીનનો વિકાસ ચિંતાજનક સ્તરે તૂટ્યો છે. તેને લીધી ચીનનું અર્થતંત્ર પણ ગંભીર રીતે પ્રભાવિત થશે.

ચીનમાં વીજ સંકટ, સપ્લાય ચેઇનમાં નબળાઇ જેવા કારણોસર સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ચીનના અર્થતંત્રને ફટકો પડ્યો છે. જુલાઇ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ચીનનો આર્થિક વિકાસ દર માત્ર 4.9 ટકા હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વિકાસ દર 7.9 ટકા હતો.

હાલના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીનના અર્થતંત્રમાં 18.30 ટકાનો વધારો થયો છે. એક સર્વેમાં સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ચીનનો વિકાસ દર 5.2 ટકા રહેશે તેવો અંદાજ હતો પરંતુ વીજ સંકટ સહિતના અન્ય કારણોસર વૃદ્વિદર ઘટી રહ્યો છે.

નોંધનીય છે કે, સપ્ટેમ્બરમાં ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન 3.1 ટકાના વાર્ષિક દરે વધ્યું હતું. તે અપેક્ષા કરતા નબળુ હતું. ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન 5.3 ટકા હતું. ઓગસ્ટમાં છૂટક વેચાણ માત્ર 2.5 ટકા થયું છે.