Site icon Revoi.in

ચીનની ઉશ્કેરણીજનક હરકત, હવે 60 હજાર સૈનિકો ખડક્યાં, ભારતે પણ જવાબ આપવા સૈનિકોની કરી તૈનાતી

Social Share

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ચાલી રહેલા તણાવ અને વિવાદ વચ્ચે ચીન સતત કેટલીક ઉશ્કેરણીજનક હરકતો દોહરાવી રહ્યું છે. હવે ચીને લદ્દાખ સીમા પર પોતાની સાઇડ પર લગભગ 60 હજાર સૈનિકોની તૈનાતી કરી છે. સીમા પર અડીને સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારી રહ્યું છે.

ચીને હવે લદ્દાખ સીમા પર પોતાની સાઇડ પર લગભગ 60 હજાર સૈનિકોની તૈનાતી કરી છે. બીજી તરફ ભારતે પણ ચીનની દરેક ચાલને નિષ્ફળ બનાવવા અને જડબાતોડ જવાબ આપવા માટે મોટી સંખ્યામાં સેનાની તૈનાતી કરી છે.

ચીન સીમા પર સતત પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. અગાઉ ચીને ગરમીઓની સિઝનમાં લદ્દાખ સાથે જોડાયેલ પોતાની સીમા પર અભ્યાસ માટે સૈનિકોની સંખ્યા વધારી હતી. ત્યારે તેઓ પોતાના સૈનિકોન પ્રશિક્ષણ માટે લઇ ગયા હતા. તે બાદ તે પોતાના સ્થાન પર ચાલ્યા ગયા હતા. પરંતુ તેમ છતાં તેમણે ત્યાં લગભગ 60,000 સૈનિકોની સંખ્યા યથાવત્ રાખી હતી.

LAC પર ચીનના આ પ્રકારના પગલાં અથડામણની સંભાવનાને પણ વધારી રહી છે. તે સતત સીમા પર સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે. દૌલત બેગ ઓલ્ડી વિસ્તારની સામે વધારે પેંગોંગ લેક વિસ્તારની પાસે ચીની સીમા પર સતત નવા રસ્તાનું નિર્માણ કરી રહ્યા છે.

ચીન દ્વારા કરતા કોઇપણ પ્રકારના દુસાહસને જવાબ આપવા માટે ભારતીય સેના સંપૂર્ણપણે સજ્જ છે. ભારતીય સનાએ આતંકવાદી રોધી રાષ્ટ્રી રાયફલની ટુકડીઓને લદ્દાખના ઇસ્ટર્ન ફ્રન્ટ પર તૈનાત કરી દીધા છે.