- ચીનની Sinopharm રસી UAEમાં બેઅસર
- ચીનની રસી એન્ટિબોડિઝ બનાવવામાં નિષ્ફળ રહી
- આ બાદ ચીનની રસી પર સવાલ ઉઠ્યા છે
નવી દિલ્હી: UAEમાં હાલ વેક્સિનેશન માટે ચીનની રસીને મંજૂરી આપવામાં આવી છે. જો કે ચીનની રસીના પ્રથમ બંને ડોઝ એન્ટિબોડી ઉત્પન્ન કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. આ બાદ હવે UAEએ ચીનની કોરોના વાયરસની રસી Sinopharmના ત્રીજા ડોઝની મંજૂરી આપી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, UAEમાં ચીનની કોરોના વાયરસની રસી Sinopharmના બે ડોઝ બાદ હવે તેનો ત્રીજો ડોઝ આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. UAEના આ નિર્ણય બાદ રસીકરણ કરવાની ચીનની ક્ષમતા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. UAEએ દેશમાં ઝડપી વેક્સિનેશન પર ચીનની રસી પર દાવ લગાવ્યો હતો જે હવે ઉલટો પડી રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે.
યુએઈની નેશનલ ઇમરજન્સી કટોકટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું, Sinopharm કોરોના વાયરસ રસી લેનારા લોકો માટે આ બુસ્ટર ડોઝ છે. આ રસી જે લોકોએ બીજો ડોઝ લીધાને છ મહિના થયા છે તેમને આપવામાં આવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનો હાલમાં ચાઇનીઝ કંપની સિનોફર્મ પર હાથ છે પરંતુ હવે કોરોના વાયરસ સામે આ રસીની અસરકારકતા અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.
એક અહેવાલ અનુસાર, UAEએ કેટલાક લોકો માટે કોરોના વાયરસનો ત્રીજો ડોઝ આપવાનો શરૂ કર્યો છે. જેમાં સાઇનફોર્મ રસી લાગૂ કર્યા પછી એન્ટિબોડીઝ બનાવ્યા નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ચાઇનીઝ કોરોના વાયરસ રસીની અસરકારક કાર્યક્ષમતા તમામ વયના લોકો પર લગભગ 79 ટકા અસર કરે છે.
વેક્સિન ઉત્પાદકો અનુસાર વાયરસ સતત તેનું સ્વરૂપ બદલે છે અને તેના નવા સ્વરૂપ પર અસરકારકતા માટે સમયાંતરે બૂસ્ટર ડોઝ આપવાની આવશ્યકતા રહે છે. UAEમાં ઝડપી ગતિએ વેક્સિનેશન થયું છે. ત્યાં અત્યારસુધીમાં 1 કરોડ 15 લાખ લોકોનું વેક્સિનેશન કરાયું છે.