- ચીનના લોકો પર છે સૌથી વધુ દેવું
- પાકિસ્તાની હાલત પણ ખસ્તાહાલ
- બાંગ્લાદેશની સૌથી ઓછી ઉધારી
નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટનું મોજું ફરી વળ્યું છે. ફરીથી ઓમિક્રોન વેરિએન્ટના કેસો વધી રહ્યા છે. આ જ કારણોસર લોકોની કમાણીમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય માળખાને મજબૂત બનાવવા માટે ખર્ચમાં વધારો થયો છે જેન કારણે સરકારો પર બાહ્ય દેવું વધી ગયું છે.
ભારત અને પાડોશી દેશમાં અત્યારે સૌથી વધુ દેવું ચીન પર છે અને ચીન સતત દેવાના બોજ હેઠળ દબાયેલું છો. બીજી તરફ, ખસ્તાહાલ અને બિસ્માર હાલતમાં રહેલા પાકિસ્તાન તો દેવાના મોટા ડુંગર હેઠળ દબાયેલું છે.
વર્તમાન ઇમરાન ખાન સરકારના કાર્યકાળમાં કુલ 20.7 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાની લોન લેવામાં આવી છે તેવું સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાનના આંકડા જણાવે છે. આ કારણે પાકિસ્તાનનું કુલ બાહ્ય દેવું વધીને પ્રથમ વખત 50.5 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાના સ્તરને પાર કરી ગયું છે. દેવાની આ રકમ ડોલરમાં આશરે 283 અબજ ડોલરની છે.
બાંગ્લાદેશની વાત કરીએ તો માથાદીઠ દેવા મામલે બાંગ્લાદેશની સ્થિતિ પોતાના પાડોશીઓ કરતા સારી છે. હાલ બાંગ્લાદેશની જનસંખ્યા 16,63,03,498 છે જ્યારે કુલ બાહ્ય દેવું 45 અબજ ડોલર છે.
ભારતની વાત કરીએ તો કુલ વસ્તીનો તાજેતરનો આંકડો 1,39,97,91,068 છે. માર્ચ 2012માં સમાપ્ત થયેલા ફાઈનાન્સિયલ યર બાદ ભારત પર કુલ બાહ્ય દેવું 570 અબજ ડોલરનું છે. કોરોનાના પ્રકોપ હેઠળના એક ફાઈનાન્સિયલ યર (FY21)માં આ દેવું 11.6 અબજ ડોલર વધ્યું છે. આમ પ્રત્યેક ભારતીયના માથે 407.14 ડોલરનું દેવું બેસે છે.
ચીન ઉપર કુલ બાહ્ય દેવું 13,009.03 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે છે. વર્લ્ડોમીટરના હિસાબથી ચીન હાલ 1,44,74,48,228 લોકોની વસ્તી સાથે વિશ્વની સૌથી વધારે જનસંખ્યા ધરાવતો દેશ છે. આ રીતે ચીનના પ્રત્યેક નાગરિકના માથે 8,971.74 ડોલરનું દેવું છે.