Site icon Revoi.in

NOBEL PRIZE 2021: અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની ઘોષણા, આ ત્રિપુટીને પુરસ્કાર કરાશે એનાયત

Social Share

નવી દિલ્હી: વર્ષ 2021ના અર્થશાસ્ત્ર કેટેગરી માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ડેવિડ કાર્ડ, જોશુઆ એન્ગરિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સની ત્રિપુટીએ અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે.

તેઓનાં ‘કુદરતી પ્રયોગો’ના નિષ્કર્ષ કાઢવાના કામ બદલ તેઓને 2021નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પુરસ્કારની અડધી રાશિ ડેવિડ કાર્ડને આપવામાં આવી છે, જ્યારે બાકીની રાશિ સંયુક્ત રીતે એંગરિસ્ટ અને ઈમ્બેન્સને આપવામાં આવી છે.

આ અંગે રોયલ સ્વીડિશ એકેડમી ઑફ સાયન્સે જણાવ્યું હતું કે, આ ત્રણેય અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિજ્ઞાનમાં અનુભવજન્ય કાર્યને સંપૂર્ણપણે બદલી નાંખ્યું છે. નોબેલ પુરસ્કારથી સન્માનિત થનારા અર્થશાસ્ત્રીઓમાં બર્કલ સ્થિત કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના ડેવિડ કાર્ડ, મેસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના જોશુઆ તેમજ સ્ટેનફોર્ડ યુનિ.ના ગુઇડો સામેલ છે.

નોંધનીય છે કે, રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ દ્વારા અપાતા ઈકોનોમિક સાયન્સનો નોબેલ પુરસ્કાર અન્ય પુરસ્કારોથી અલગ છે અને તેને અલગ નામથી પણ જાણવામાં આવે છે. 1968માં આલ્ફ્રેડ નોબેલની યાદમાં સ્વીડનની કેન્દ્રિય બેંક Sveriges Riksbank દ્વારા એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી, અને સત્તાવાર રીતે તેને Sveriges Riksbank પ્રાઈઝ ઈન ઈકોનોમિક સાયન્સ કહેવામાં આવે છે. 1901થી આપવામાં આવતાં નોબેલ એવોર્ડના મૂલ્યોને આધારે જ એકેડમી દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે.