Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ક્યારે થઈ શરૂઆત અને શા માટે છે મહત્વપૂર્ણ,જાણો આ વર્ષની થીમ

Social Share

દર વર્ષે 21 જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લોકોને યોગના ફાયદા જણાવવામાં આવે છે. યોગ ઘણી સદીઓથી ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે. ઋષિ મુનિ પ્રાચીન સમયથી યોગ કરતા આવ્યા છે. ભારતની પહેલ પર યોગનું મહત્વ જોઈને હવે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અપનાવવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત ક્યારે થઈ? 

27 સપ્ટેમ્બર 2014 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે અંતર્ગત વર્ષમાં કોઈપણ એક દિવસને યોગ દિવસ તરીકે ઉજવવાની માંગ કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો. જે બાદ દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ 21 જૂન 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે.

આ વર્ષની થીમ

આ વર્ષે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંત પર વન વર્લ્ડ, વન હેલ્થ રાખવામાં આવ્યું છે. આ થીમ આયુષ મંત્રાલય દ્વારા પસંદ કરવામાં આવી છે. જીવનમાં યોગ કરવાના ઘણા ફાયદા છે. તે તમને ફિટ રાખે છે. દરરોજ યોગ કરવાથી લોકોને ઘણી બીમારીઓથી રાહત મળે છે.